ICC પુરૂષ- મહિલા T20I ટીમ ઓફ ધ યરની જાહેરાત, ભારતની સ્મૃતિ મંધાનાને મળ્યું સ્થાન

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મહિલા T20I ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે. સ્મૃતિ મંધાના ભારતની એકમાત્ર એવી ખેલાડી છે જેને આ ટીમમાં પસંદ કરવામાં આવી છે. જો કે, ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની પાંચ ખેલાડીઓને ICC Women’s T20I Team of the Year માં સામેલ કરવામાં આવી છે. ઈંગ્લેન્ડની નેટ સિવરને ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે.
ICC પુરૂષ- મહિલા T20I ટીમ ઓફ ધ યરની જાહેરાત, ભારતની સ્મૃતિ મંધાનાને મળ્યું સ્થાન

નવી દિલ્હી: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મહિલા T20I ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે. સ્મૃતિ મંધાના ભારતની એકમાત્ર એવી ખેલાડી છે જેને આ ટીમમાં પસંદ કરવામાં આવી છે. જો કે, ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની પાંચ ખેલાડીઓને ICC Women’s T20I Team of the Year માં સામેલ કરવામાં આવી છે. ઈંગ્લેન્ડની નેટ સિવરને ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે.

સિવર ઉપરાંત ટેમી બ્યુમોન્ટ, ડેની વાયટ, એમી જોન્સ અને સોફી એક્લેસ્ટોને પણ ICC મહિલા T20 ટીમ ઓફ ધ યરમાં સ્થાન મેળવ્યું હતું. દક્ષિણ આફ્રિકા માટે શબનિમ ઈસ્માઈલ, લૉરા વૂલવર્ટ અને મેરિયન કેપની પસંદગી કરવામાં આવી છે. તેમના સિવાય આયર્લેન્ડની ગેબી લુઈસ, ઝિમ્બાબ્વેની લોરિન ફીરી પણ આમાં સામેલ છે. વર્તમાન T20 વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની એક પણ ખેલાડીને ICC મહિલા T20I ટીમ ઓફ ધ યરમાં સામેલ કરવામાં આવી નથી.

ભારતીય મહિલા બેટ્સમેન મંધાનાએ ગયા વર્ષે T20 ફોર્મેટમાં દેશ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 9 મેચમાં 31.87 ની એવરેજથી 255 રન બનાવ્યા. જેમાં બે અડધી સદીનો પણ સમાવેશ થાય છે. તેણે આ રન 131.44 ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. બ્યુમોન્ટે 9 મેચમાં 33.66 ની એવરેજથી 3 અડધી સદીની મદદથી 303 રન બનાવ્યા હતા.

Did your favourite players make the list? 🤔 https://t.co/x228TJMTcz

— ICC (@ICC) January 19, 2022

ICC મહિલા T20I ટીમ ઓફ ધ યર 2021: સ્મૃતિ મંધાના, ટેમી બ્યુમોન્ટ, ડેની વાયટ, ગેબી લુઈસ, નેટ સાયવર (કેપ્ટન), એમી જોન્સ, લૉરા વુલવર્ટ, મેરિયન કેપ, સોફી એક્લેસ્ટોન, લોરીન ફિરી, શબનિમ ઈસ્માઈલ

આ સાથે જ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પુરૂષ T20I ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે. જો કે, કમનસીબે ભારતના એકપણ ખેલાડીને તેમાં સ્થાન મળ્યું નથી. ત્યારે આ લીસ્ટમાં જોસ બટલર, મોહમ્મદ રિઝવાન (WK), બાબર આઝમ (C), એડન માર્કરામ, મિશેલ માર્શ, ડેવિડ મિલર, તબરેઝ શમ્સી, જોશ હેઝલવુડ, વાનિન્દુ હસરંગા, મુસ્તફિઝુર રહેમાન, શાહીન આફ્રિદીને સામેલ કરવામાં આવ્યા છે.

— ICC (@ICC) January 19, 2022

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news