હું પણ સામાન્ય માણસ, બસ ભાવનાઓને કાબુમાં રાખુ છું: ધોની

ધોનીએ બુધવારે અહીં કહ્યું, 'હું પણ સામાન્ય વ્યક્તિ છું પરંતુ હું કોઈ અન્ય વ્યક્તિની તુલનામાં પોતાની ભાવનાઓને સારી રીતે કાબૂમાં રાખુ છું.

હું પણ સામાન્ય માણસ, બસ ભાવનાઓને કાબુમાં રાખુ છું: ધોની

નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોની ભાવનાઓને વ્યક્ત કરતો નથી પરંતુ આ કરિશ્માઇ પૂર્વ કેપ્ટને કહ્યું કે, તે પણ સામાન્ય વ્યક્તિની જેમ વિચારે છે પરંતુ માત્ર નકારાત્મક વિચારો પર નિયંત્રણ રાખવાના મામલામાં તે કોઈ અન્યની તુલનામાં સારો છે. 

પોતાના શાંતચિતને કારણે તેને ભારતીય ક્રિકેટમાં 'કેપ્ટન કુલ'નું બિરૂદ મળ્યું પરંતુ બે વખત વિશ્વ ચેમ્પિયન ટીમની આગેવાની કરનાર આ વિકેટકીપર બેટ્સમેને કહ્યું કે, દરેક જીત અને દરેક હાર દરમિયાન ભાવનાઓ તેના પર પણ હાવી રહી છે. 

ધોનીએ બુધવારે અહીં કહ્યું, 'હું પણ સામાન્ય વ્યક્તિ છું પરંતુ હું કોઈ અન્ય વ્યક્તિની તુલનામાં પોતાની ભાવનાઓને સારી રીતે કાબૂમાં રાખુ છું. જુલાઈમાં વિશ્વ કપ સેમિફાઇનલમાં ભારતની હાર બાદ ધોનીના ભવિષ્યને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. તેણે હાલમાં કેટલાક સમય માટે વિશ્રામ લીધો છે.'

ધોનીએ વિપરીત પરિસ્થિતિઓથી પાર પાડવાના સંબંધમાં કહ્યું, 'દરેકની જેમ મને પણ નિરાશા થાય છે. ઘણીવાર મને પણ ગુસ્સો આવે છે. પરંતુ મહત્વપૂર્ણ છે કે તેમાથી કોઈ ભાવના રચનાત્મક નથી.'

આ 38 વર્ષીય ખેલાડીએ કહ્યું કે, સમસ્યાઓની જાળ બિછાવવાની જગ્યાએ તેનું સમાધાન શોધવું તેના માટે ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. તેણે કહ્યું, 'આ ભાવનાઓની તુલનામાં અત્યારે શું કરવું જોઈએ તે વધુ મહત્વપૂર્ણ છે. આગામી શું વસ્તુ છે તેની વિશે યોજના બનાવી શકુ છું? તે વ્યક્તિ કોણ છે તેનો ઉપયોગ કરી શકુ છું? એકવાર જ્યારે હું આ વિચારવા લાગુ છું તો પછી મારી ભાવનાઓ પર સારી રીતે કાબૂ કરી લઉ છું.'

ધોનીએ ફરી કહ્યું કે, અંતિમ પરિણામથી મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. પોતાની આગેવાની દરમિયાન તે હંમેશા આ વાત પર ભાર આપતો હતો. તેણે કહ્યું, 'જો ટેસ્ટ મેચ છે તો તેની પાસે બે ઈનિંગ હોય છે અને તમને તમારી આગામી રણનીતિ તૈયાર કરવા માટે થોડો વધુ સમય મળે છે. ટી20મા બધુ ત્યારે થાય છે તો તેમાં અલગ પ્રકારના વિચારની જરૂર હોય છે.'

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news