T20 World Cup: ઈંગ્લેન્ડ માટે આવ્યા ખરાબ સમાચાર, આ સ્ટાર ખેલાડી વિશ્વકપમાંથી થયો બહાર
Asia Cup 2022: એશિયા કપ 2022 (Asia Cup 2022) વચ્ચે ક્રિકેટ ફેન્સ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટી20 ક્રિકેટનો વિસ્ફોટક બેટર ઈજાને કારણે વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે.
Trending Photos
લંડનઃ T20 World Cup 2022: એશિયા કપ (Asia Cup 2022) વચ્ચે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ ગયો છે. આ વચ્ચે ક્રિકેટ ફેન્સ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. વર્લ્ડ ટી20 ક્રિકેટનો એક વિસ્ફોટક બેટર ઈજાગ્રસ્ત થઈ ગયો છે. આ ખેલાડી ઈજાને કારણે ટી20 વિશ્વકપમાંથી પણ બહાર થઈ ગયો છે.
આ દિગ્ગજ બેટર થયો ઈજાગ્રસ્ત
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે થોડા કલાકો પહેલા ટી20 વિશ્વકપ માટે ઈંગ્લેન્ડની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. જેની આગેવાની જોસ બટલરને સોંપવામાં આવી છે. આ સ્ક્વોડમાં જોની બેયરસ્ટોનું નામ સામેલ છે, પરંતુ ઈંગ્લેન્ડ ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. જોની બેયરસ્ટો ઈજાને કારણે બહાર થઈ ગયો છે. એટલે કે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી20 વિશ્વકપ પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
ગોલ્ફ રમવા સમયે થઈ ઈજા
ઈંગ્વેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે લીડ્સમાં ગોલ્ફ રમવા દરમિયાન જોની બેયરસ્ટોને હાથના નિચેના ભાગમાં ઈજા થઈ હતી. ઈજાની સ્થિતિની જાણકારી મેળવવા આગામી સપ્તાહે નિષ્ણાંતો તેની તપાસ કરશે. જોની બેયરસ્ટો ઈજાને કારણે ત્રણ મહિના સુધી ટીમમાંથી બહાર રહેશે.
ટી20 વિશ્વકપ માટે ઈંગ્લેન્ડની ટીમ
જોસ બટલર (કેપ્ટન), મોઇન અલી, હેરી બ્રુક, સેમ કરન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, ફિલ સાલ્ટ, બેન સ્ટોક્સ, રોસ ટોપલે, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ અને માર્ક વુડ.
રિઝર્વ ખેલાડીઃ લિયામ ડોસન, રિચર્ડ ગ્લીસન અને ટાઇમલ મિલ્સ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે