હોકીઃ ભારતે વિશ્વ ચેમ્પિયન બેલ્જિયમને સતત ત્રીજીવાર હરાવ્યું
વિશ્વમાં પાંચમા નંબરની ભારતીય પુરૂષ હોકી ટીમે બેલ્જિયમ પ્રવાસ પર પોતાનું વિજયી અભિયાન જારી રાખ્યું છે. તેણે ગુરૂવારે યજમાન તથા ડિફેન્ડિંગ વર્લ્ડ અને યૂરોપિયન ચેમ્પિયન ટીમને 5-1થી કારમો પરાજય આપ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ વિશ્વમાં પાંચમા નંબરની ભારતીય પુરૂષ હોકી ટીમે બેલ્જિયમ પ્રવાસ પર પોતાનું વિજયી અભિયાન જારી રાખ્યું છે. તેણે ગુરૂવારે યજમાન તથા ડિફેન્ડિંગ વર્લ્ડ અને યૂરોપિયન ચેમ્પિયન ટીમને 5-1થી કારમો પરાજય આપ્યો હતો.
બેલ્જિયમ પ્રવાસ પર ભારતીય ટીમે આ પહેલા બે વાર સ્પેનને પણ હરાવ્યું અને આ રીતે તેણે બેલ્જિયમ પ્રવાસ પર પાંચ મેચોની સિરીઝમાં 5-0ની જીતની સાથે પ્રવાસનું સમાપન કર્યું છે. ભારતે પ્રવાસની પ્રથમ મેચમાં યજમાન બેલ્જિયમને 2-0થી, સ્પેનને સતત બે મેચોમાં 6-1 અને 5-1થી, ત્યારબાદ બેલ્જિયમને 2-1 અને 5-1થી પરાજય આપ્યો હતો.
પ્રવાસની અંતિમ મેચમાં ભારતીય ટીમને સાતમી મિનિટમાં સિમરનજીત સિંહે ગોલ કરીને 1-0ની લીડ અપાવી હતી. ભારતે આ લીડ સાથે પ્રથમ ક્વાર્ટરનું સમાપન કર્યું હતું. બીજા ક્વાર્ટરમાં યજમાન બેલ્જિયમે વાપસીનો પ્રયત્ન કર્યો, પરંતુ ભારતે મજબૂત ડિફેન્સે બીજા ક્વાર્ટરમાં પણ 1-0થી આગળ રાખ્યું હતું.
ત્રીજા ક્વાર્ટરની શરૂઆત થતાં ભારતે ગોલનો વરસાદ શરૂ કર્યો હતો. લલિત ઉપાધ્યાયે 35મી મિનિટમાં ગોલ કરીને ભારતને 2-0થી આગળ કર્યું હતું. ત્યારબાદ આગામી મિનિટે યુવા વિવેક સાગર પ્રસાદે પણ ગોલ કરીને ભારતને 3-0ની મજબૂત લીડ અપાવી હતી.
ત્રીજા ક્વાર્ટરની સમાપ્તિ પહેલા હરમનપ્રીત સિંગે 41મી અને રમનદીપ સિંહે 43મી મિનિટમાં ગોલ કરીને ભારતને 5-1થી એકતરફી જીત અપાવી હતી. બેલ્જિયમ માટે એકમાત્ર ગોલ એલેક્ઝેન્ડર હેંડ્રિક્સે 39મી મિનિટમાં કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે