340 રન ઠોકનાર જયસૂર્યાને આઉટ કરવામાં ભારતીય બોલરોને છૂટ્યો હતો પરસેવો, 952 રનનો બનાવ્યો હતો પહાડ

6 ઓગસ્ટ 1997 શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર સનથ જયસૂર્યાએ એવી ઈનિંગ રમી હતી જેને આજે પણ બોલરો ભૂલી શકે એમ નથી. ક્રિકેટના મહાન ઓલરાઉન્ડરોમાંના એક જયસૂર્યાએ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત સામે વિસ્ફોટક 340 રન ઠોક્યા હતા. 

340 રન ઠોકનાર જયસૂર્યાને આઉટ કરવામાં ભારતીય બોલરોને છૂટ્યો હતો પરસેવો, 952 રનનો બનાવ્યો હતો પહાડ

Sanath Jayasuriya 340 runs : 1997માં જયસૂર્યાનો દબદબો હતો. કોઈ પણ બોલરનો જયસૂર્યા સામે પરસેવો વળી જતો હતો. વન ડેમાં પહેલી 15 ઓવરમાં તાબડતોડ બલ્લેબાજી એ જયસૂર્યાની દેન છે. 1997માં શ્રીલંકાએ વિશ્વકપ જીત્યો હતો એમાં જયસૂર્યાનો સિંહફાળો હતો. જયસૂર્યા કોઈ પણ બોલિંગ એટેકના છોતરા કાઢી નાખતો હતો.  6 ઓગસ્ટ 1997 એટલે કે આ દિવસે શ્રીલંકાના દિગ્ગજ સનથ જયસૂર્યાએ કોલંબોમાં જબરદસ્ત ઇનિંગ રમી હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં શ્રીલંકા તરફથી બેટ્સમેનનો આ બીજો સર્વોચ્ચ સ્કોર પણ છે. સાઉથ આફ્રિકા સામે મહેલા જયવર્દનેનો 374 રન સૌથી મોટો સ્કોર છે.

શ્રીલંકાએ બનાવ્યા હતા 952 રન
જયસૂર્યાએ આ ટેસ્ટ મેચમાં બેટિંગ કૌશલ્ય અને ઓલરાઉન્ડર ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. જેણે તેને ક્રિકેટ ઇતિહાસના મહાન ખેલાડીઓ સ્થાન અપાવ્યું હતું. 1997માં જયસૂર્યાએ ક્રિકેટ જગતમાં એક ચમકતો સિતારો હતો. તેની ઈનિંગ શ્રીલંકાના ક્રિકેટ ઈતિહાસની યાદગાર ક્ષણ છે. જયસૂર્યાની શાનદાર બેટિંગે ભારત સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં શ્રીલંકાને 952 રનના પહાડી સ્કોર સુધી પહોંચાડી દીધું હતું. જોકે, મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

ભારતે શાનદાર વાપસી કરી હતી
આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પણ સારી વાપસી કરી હતી અને મેચને ડ્રોમાં સફળ રહી હતી. આ બંને ટીમો વચ્ચેની રોમાંચક અને યાદગાર મેચ સાબિત થઈ. જયસૂર્યાએ પ્રથમ દાવમાં ત્રણ વિકેટ ઝડપી હતી અને ભારતે 8 વિકેટના નુકસાને 537 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. જયસૂર્યાએ બેટિંગ સાથે બોલિંગમાં પણ કમાલ કરી હતી જેને પગલે શ્રીલંકાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચી હતી અને ભારતીય ટીમને સારો સ્કોર બનાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.

શ્રીલંકાની બેટિંગ દરમિયાન સનથ જયસૂર્યાએ માર્વન અટાપટ્ટુ સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. તેના ઓપનિંગ પાર્ટનરને શરૂઆતમાં ગુમાવ્યા બાદ, ઓલરાઉન્ડરે રોશન મહાનમા સાથે જયસૂર્યાએ મજબૂત ભાગીદારી કરી હતી. પ્રથમ વિકેટ પડ્યા બાદ જયસૂર્યા અને મહાનમાની જોડીએ ત્રણ દિવસ સુધી બેટિંગ ચાલુ રાખી હતી. જયસૂર્યાએ દિવસનો અંત 175 રન પર અણનમ રહ્યો હતો, જ્યારે મહાનમા 115 રને રમતમાં હતો.

ચોથા દિવસના અંતે શ્રીલંકાએ માત્ર એક વિકેટ ગુમાવીને 587 રન ઉમેર્યા હતા. સનથ જયસૂર્યા એ પહેલાં જ ત્રેવડી સદી પૂરી કરી ચૂક્યો છે. તેના પાર્ટનર રોશન મહાનમાએ બેવડી સદી ફટકારી હતી. બંનેએ ચોથા દિવસ સુધી બેટિંગ ચાલુ રાખી હતી. જયસૂર્યા ઘણા રેકોર્ડ તોડીને 340 રન બનાવીને આઉટ થયો હતો. શ્રીલંકન સ્ટારે તેની શાનદાર ઇનિંગ દરમિયાન 36 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. મહાનામા સાથે તેની ભાગીદારી 576 રનની હતી, જે શ્રીલંકા માટે કોઈપણ વિકેટ માટે બીજી સૌથી વધુ ટેસ્ટ ભાગીદારી છે.

રાજેશ ચૌહાણે લીધી હતી વિકેટ 
સનથ જયસૂર્યાને ભારતીય બોલર રાજેશ ચૌહાણે આઉટ કર્યો હતો. જયસૂર્યાના આઉટ થયા પછી, અરવિંદા ડી સિલ્વાએ સદી ફટકારી અને ત્યારબાદ શ્રીલંકાના કેપ્ટન અર્જુન રણતુંગાએ 86 રનની બીજી ઇનિંગ રમી હતી. શ્રીલંકાએ 952 રન સાથે પોતાનો દાવ ડિકલેર કર્યો હતો અને મેચ ડ્રો રહી હતી. આ મેચમાં શ્રીલંકાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને જયસૂર્યા, મહાનામા, ડી સિલ્વા અને રણતુંગાએ ભારતીય બોલરોને ખૂબ જ પરેશાન કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news