દેશની વસ્તીમાં હરિયાણાની 2% ભાગીદારી, કોમનવેલ્થ ગેમ્સ-2022મા ભારત માટે જીત્યા સૌથી વધુ મેડલ
CWG 2022: બર્મિંઘમમાં સંપન્ન થયેલી કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતીય દળમાં આ વખતે સૌથી વધુ 43 ખેલાડીઓ હરિયાણાના હતા, જેમાંથી 17 ખેલાડીઓએ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યુ છે. ભારતે આ વખતે કુલ 61 મેડલ જીત્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ બર્મિંઘમમાં પૂર્ણ થયેલી કોમનવેલ્થ ગેમ્સમાં દેશના ખેલાડીઓએ પોતાનું શાનદાર પ્રદર્શન યથાવત રાખતા કુલ 61 મેડલ જીત્યા છે, જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ સામેલ છે. દેશની વસ્તીમાં લગભગ 2 ટકા ભાગીદાર હરિયાણાએ આ રમતમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ભારતીય દળમાં આ વખતે સૌથી વધુ 43 ખેલાડી હરિયાણાના હતા, જેમાંથી 17 ખેલાડીઓએ મેડલ જીતીને દેશ અને પ્રદેશનું નામ રોશન કર્યું છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે બધા ખેલાડીઓને પ્રદેશ અને દેશનું નામ દુનિયામાં રોશન કરવા માટે શુભેચ્છા આપી છે અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપી છે.
કોમનવેલ્થ ગેમ્સમાં અમિત પંઘાલ અને નીતૂ ઘંઘાસે બોક્સિંગમાં ગોલ્ડ મેળવ્યો તો સાક્ષી મલિક, બજરંગ પૂનિયા, દીપક પૂનિયા, રવિ કુમાર દહિયા, વિનેશ ફોગાટ અને નવીન કુમારે કુશ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સુધીરે પેરા પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ હાસિલ કર્યો છે. અંશુ મલિકે રેસલિંગમાં સિલ્વર, પૂજા ગેહલોત, પૂજા સિહાગ, દીપક નેહરા અને મોહિત ગ્રેવાલે કુશ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બોક્સિંગમાં સાહર અહલાવતે સિલ્વર જ્યારે જૈસ્મીન લંબોરિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સંદીપ કુમારે એથલેટિક્સમાં બ્રોન્ઝ કબજે કર્યો છે. મહિલા હોકી ટીમમાં પણ હરિયાણા ખેલાડીઓએ પોતાનો જલવો દેખાડ્યો છે. કાસ્ય ચંદ્રક જીતનારી 18 સભ્યોની મહિલા હોકી ટીમમાં 8 મહિલાઓ હરિયાણાની છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રમંડળ ગેમ્સમાં હરિયાણાના ધાકડ ખેલાડીઓએ એકવાર ફરી સાબિત કરી દીધુ છે કે હરિયાણાનો રેસલરોનો ડંકો વિશ્વભરમાં વાગે છે. હરિયાણા સરકારની ખેલ નીતિનું પરિણામ છે કે રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ખેલાડીઓએ એક બાદ એક મેડલ જીત્યા છે. તેમણે કહ્યું કે ભારતીય ટીમમાં સામેલ હરિયાણાના ખેલાડીઓએ ન માત્ર ખુદને સાબિત કર્યા છે પરંતુ મેડલ ટેલીને પણ આગળ વધારવાનું કામ કર્યું છે. મુખ્યમંત્રીએ તમામ ખેલાડીઓને શુભેચ્છા આપતા કહ્યું કે પોતાની મહેનતથી તેમણે દેશ અને પ્રદેશનું નામ રોશન કર્યું છે.
તેમણે કહ્યું કે પ્રદેશ સરકાર કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારા ખેલાડીઓને ગોલ્ડ મેડલ માટે દોઢ કરોડ રૂપિયા, સિલ્વર માટે 75 લાખ રૂપિયા અને બ્રોન્ઝ માટે 50 લાખ રૂપિયા આપશે. આ સાથે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓને 7.50 લાખ રૂપિયા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે