ખેલ રત્ન એવોર્ડ માટે હરભજનનું નામ કેમ ન મોકલવામાં આવ્યું? ભજ્જીએ પોતે કર્યો ખુલાસો 

અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહે (Harbhajan singh)સ્પષ્ટતા કરી કે પંજાબ સરકારે આ વર્ષે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ (Rajiv Gandhi Khel Ratna Award) માટે તેનું નામાંકન પાછું ખેંચવાનો નિર્ણય એટલા માટે લીધો કારણ કે તે દેશના સર્વોચ્ચ ખેલ સન્માનની પાત્રતાનવા માપદંડો પર ખરો ઉતરતો નથી. હરભજને ટ્વિટ કરીને કહ્યું કે 'મને એટલા બધા ફોન આવી રહ્યાં છે કે પંજાબ સરકારે મારું નામ ખેલ રત્ન નામાંકનથી પાછું કેમ ખેંચી લીધુ. સત્ય એ છે કે હું ખેલ રત્ન માટે યોગ્ય નથી. જેમાં મુખ્યત્વે છેલ્લા 3 વર્ષના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનને જોવામાં આવે છે.'

ખેલ રત્ન એવોર્ડ માટે હરભજનનું નામ કેમ ન મોકલવામાં આવ્યું? ભજ્જીએ પોતે કર્યો ખુલાસો 

નવી દિલ્હી: અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહે (Harbhajan singh)સ્પષ્ટતા કરી કે પંજાબ સરકારે આ વર્ષે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ (Rajiv Gandhi Khel Ratna Award) માટે તેનું નામાંકન પાછું ખેંચવાનો નિર્ણય એટલા માટે લીધો કારણ કે તે દેશના સર્વોચ્ચ ખેલ સન્માનની પાત્રતાનવા માપદંડો પર ખરો ઉતરતો નથી. હરભજને ટ્વિટ કરીને કહ્યું કે 'મને એટલા બધા ફોન આવી રહ્યાં છે કે પંજાબ સરકારે મારું નામ ખેલ રત્ન નામાંકનથી પાછું કેમ ખેંચી લીધુ. સત્ય એ છે કે હું ખેલ રત્ન માટે યોગ્ય નથી. જેમાં મુખ્યત્વે છેલ્લા 3 વર્ષના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનને જોવામાં આવે છે.'

— Harbhajan Turbanator (@harbhajan_singh) July 18, 2020

40 વર્ષના આ ક્રિકેટરે કહ્યું કે પંજાબ સરકારની તેમાં કોઈ ભૂલ નથી. કારણ કે તેમણે યોગ્ય કારણથી મારું નામ હટાવ્યું છે. મીડિયામાં મારા મિત્રોને હું ભલામણ કરીશ કે તેઓ અટકળો ન કરે. પંજાબના ખેલમંત્રી રાણા ગુરમીત સિંહ સોઢીએ કહ્યું કે 'હરભજનનો ઈમેઈલ મળ્યા બાદ જ તેમનું નામ પાછું ખેંચવામાં આવ્યું. તેમણે કહ્યું કે અમે તેમનું નામાંકન મોકલ્યું હતું પરંતુ તે પસંદગી સમિતિ પાસે જાય તે પહેલા જ હરભજને અમને નામાંકન પાછું ખેંચવા માટે કહ્યું હતું.'

— Harbhajan Turbanator (@harbhajan_singh) July 18, 2020

તેમણે કહ્યું કે 'મને લાગે છે કે તેમણે ખેલ રત્ન માટે ભારત સરકારના માપદંડો જોયા હશે, અથવા તેમને એવું કઈંક લાગ્યું હશે કે તેઓ પાત્રતાના દાયરામાં આવતા નથી અથવા તો તેઓ કોઈ બીજા સન્માન માટે અરજી કરી રહ્યાં છે. તેઓ અમને જ્યારે પણ કહેશે ત્યારે અમે તેમના નામની ભલામણ કરીશું કારણ કે તેઓ ટોપ ખેલાડી અને શાનદાર વ્યક્તિ છે.'

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે હરભજન સિંહને અર્જૂન પુરસ્કાર અને પદ્મશ્રીથી નવાજવામાં આવેલ છે. તેણે ટેસ્ટ અને વનડેમાં છેલ્લે 2015માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે ટેસ્ટમાં 417 અને વનડેમાં 269 વિકેટ લીધી છે. ગત વર્ષે તેનું નામ ખેલરત્ન માટે ખેલ મંત્રાલયે એમ કહીને ફગાવ્યું હતું કે દસ્તાવેજો મોડેથી મળ્યાં. તે સમયે હરભજને પંજાબના ખેલમંત્રીને હસ્તક્ષેપ કરવાની ભલામણ કરી હતી.

(ઈનપુટ-ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news