Chennai vs Gujarat: ગુજરાત ટાઇટન્સે ચેન્નઇ કિંગ્સને 5 વિકેટે હરાવ્યું, શુભમન ગિલનું શાનદાર પ્રદર્શન
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ જીત સાથે, ગુજરાતે ચેન્નાઈ સામે તેમનું અજેય અભિયાન ચાલુ રાખ્યું હતું. CSK સામે આ તેની સતત ત્રીજી જીત છે. આજ સુધી ગુજરાત હાર્યું નથી.
Trending Photos
Chennai Super Kings vs Gujarat Titans Live: IPL 2023ની પ્રથમ મેચ શુક્રવારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાઇ હતી. જેમાં સુપર કિંગ્સે પ્રથમ ઇનિંગમાં 178 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ગુજરાત ટાઇટન્સે 178 રનના ટાર્ગેટનો પીછો કરતાં 5 વિકેટે માત આપી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ જીત સાથે, ગુજરાતે ચેન્નાઈ સામે તેમનું અજેય અભિયાન ચાલુ રાખ્યું હતું. CSK સામે આ તેની સતત ત્રીજી જીત છે. આજ સુધી ગુજરાત હાર્યું નથી.
શુભમન ગીલે 36 બોલમાં 63 રન બનાવ્યા હતા. જ્યારે રાશિદ ખાન, મોહમ્મદ શમી અને જોસેફે 2-2 વિકેટ લીધી હતી. શુભમન ગિલની શાનદાર અડધી સદીને કારણે ગુજરાત ટાઇટન્સે IPLની 16મી સિઝનની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં સાત વિકેટે 178 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.2 ઓવરમાં પાંચ વિકેટે 182 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
ગુજરાત ટાઇટન્સને વિજય શંકરના રૂપમાં પાંચમો ફટકો લાગ્યો હતો. તે 18મી ઓવરના છેલ્લા બોલ પર રાજવર્ધન હંગરગેકર દ્વારા આઉટ થયો હતો. શંકરે 21 બોલમાં 27 રન બનાવ્યા હતા. મિશેલ સેન્ટનરે તેનો કેચ લીધો હતો.
આ પણ વાંચો: Viral Video: મિત્રનો જીવ બચાવીને બની ગયો હીરો,2 સેકન્ડ મોડો હોત તો જીવ જતો રહ્યો હોત
આ પણ વાંચો: 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસ સ્કીમ હેઠળ થશે ત્રણ મોટા ફેરફાર, જાણી લો આ ફાયદા
આ પણ વાંચો: આ તારીખે જન્મેલા લોકો તેજસ્વી મનના માલિક હોય છે, દરેક ક્ષેત્રમાં મેળવે છે સફળતા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે