GT Playing 11: નવા કેપ્ટનની આગેવાનીમાં ઉતરશે ગુજરાત ટાઈટન્સ, આવી હોઈ શકે છે પ્લેઈંગ XI

IPL 2024, GT Playing 11: આઈપીએલ 2024ની શરૂઆત 22 માર્ચથી થશે. તો ગુજરાત ટાઈટન્સ પોતાની પ્રથમ મેચ 24 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રમશે. જાણો આ મેચમાં ટીમની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.

GT Playing 11: નવા કેપ્ટનની આગેવાનીમાં ઉતરશે ગુજરાત ટાઈટન્સ, આવી હોઈ શકે છે પ્લેઈંગ XI

નવી દિલ્હીઃ IPL 2024, Gujarat Titans Playing 11: આઈપીએલ 2024 શરૂ થવામાં હવે ત્રણ દિવસથી પણ ઓછો સમય રહી ગયો છે. દરેક ટીમો પોતાની અંતિમ તૈયારીમાં લાગી છે. પરંતુ ખેલાડીઓની ઈજાથી દરેક ટીમો પરેશાન છે. આ સીઝનની પ્રથમ મેચ 22 માર્ચે રમાશે. તો ગુજરાત ટાઈટન્સ પોતાની પ્રથમ મેચ 24 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રમશે. જાણો આ મેચમાં ગુજરાતની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.

ગુજરાતને પડી શકે છે હાર્દિકની ખોટ
ગુજરાત ટાઇટન્સ આ સીઝનમાં નવા કેપ્ટન શુભમન ગિલ સાથે ઉતરશે. પરંતુ ટીમને પોતાના જૂના કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ખોટ પડી શકે છે. ટીમમાં હાર્દિકનું સીટ રિપ્લેસમેન્ટ પણ નથી. તેનું સૌથી મોટુ કારણ તે રહ્યું કે હાર્દિક હરાજી બાદ મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થઈ ગયો હતો.

આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન
ગુજરાત ટાઈટન્સની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો કેપ્ટન શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહા ઈનિંગની શરૂઆત કરી શકે છે. ત્યારબાદ કેન વિલિયમસન અને સાઈ સુદર્શન જોવા મળી શકે છે. ગુજરાતનું ટોપ ઓર્ડર સોલિડ જોવા મળી રહ્યું છે. વિલિયમસન આવવાથી ટીમને ખુબ મજબૂતી મળશે.

મિડિલ ઓર્ડરમાં ટીમને હાર્દિકની ખોટ પડી શકે છે. ટીમમાં ડેવિડ મિલર, શાહરૂખ ખાન અને રાહુલ તેવતિયા મેચ ફિનિશરની ભૂમિકામાં જોવા મળી શકે છે. ત્યારબાદ અફઘાન સ્ટાર રાશિદ ખાન પણ તેનો ખુબ સાથ આપી શકે છે. ફાસ્ટ બોલરની વાત કરીએ તો મોહિત શર્મા, ઉમેશ યાદવ અને સ્પેન્સર જોનસનની ત્રિપુટી એક્શનમાં જોવા મળી શકે છે. જોનસન પર ફ્રેન્ચાઇઝીએ મોટી રકમ ખર્ચ કરી છે. તેવામાં તેનું અંતિમ ઈલેવનમાં રમવું નક્કી લાગી રહ્યું છે.

ગુજરાત ટાઈટન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, સાઈ સુદર્શન, કેન વિલિયમસન, ડેવિડ મિલર, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, ઉમેશ યાદવ અને સ્પેન્સર જોનસન.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news