ટેસ્ટ ક્રિકેટમાં રોમાંચકતા લાવવા સારી પિચો જરૂરીઃ સચિન તેંડુલકર

મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે કહ્યું કે, જો સારી પિચો પર રમાય તો ટેસ્ટ ક્રિકેટ રોમાંચક બની શકે છે. સચિને કહ્યું કે, ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટ માટે 22 ગજની પિચ ઘણી મહત્વની છે. 

ટેસ્ટ ક્રિકેટમાં રોમાંચકતા લાવવા સારી પિચો જરૂરીઃ સચિન તેંડુલકર

મુંબઈઃ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે રવિવારે કહ્યું કે, જો ટેસ્ટ ક્રિકેટ સારી પિચો પર રમાઇ તો તે મનોરંજક હોઈ શકે છે. માસ્ટર બ્લાસ્ટરનું માનવું છે કે લાંબા ફોર્મેટના પુનઃજીવિત કરવા માટે 22 ગજની પિચ ઘણી મહત્વની છે. પોતાની વાતનું સમર્થન કરવા માટે તેંડુલકરે ઉદાહરણ આપતા કહ્યું કે, પાછલા સપ્તાહે લોર્ડ્સમાં એશિઝ ટેસ્ટનું ઉદાહરણ રજૂ કર્યું હતું. 

તેંડુલકરે કહ્યું, 'લોર્ડ્સ ટેસ્ટ માટે બનાવવામાં આવેલી પિચ પર સ્ટીવ સ્મિથ અને જોફ્રા આર્ચર વચ્ચે સારી સ્પર્ધા થઈ હતી. ટેસ્ટ ક્રિકેટનું મહત્વ પિચ પર નિર્ભર રહે છે. જો તમે સારી પિચો આપો છો તો ક્રિકેટ ક્યારેય કંટાળાજનક ન હોઈ શકે. તેનાથી મેચ દરમિયાન હંમેશા રોમાંચક ક્ષણ હશે, બોલિંગ સ્પેલ પણ રોમાંચક હશે, સારી બેટિંગ પણ થશે અને લોકો તે જોવા માગે છે.'

તેમણે આ વાત મુંબઈ હાફ મેરેથોનના અવસરે કહી હતી. તેંડુલકરે આર્ચર અને સ્મિથ વચ્ચે સ્પર્ધા વિશે કહ્યું, 'દુર્ભાગ્યથી સ્મિથ ઈજાગ્રસ્ત થઈ ગયો. આ તેના માટે મોટો ઝટકો હતો પરંતુ ટેસ્ટ ક્રિકેટ ત્યારે રોમાંચિત હતું, જ્યારે જોફ્રા આર્ચર તેને પડકાર આપી રહ્યો હતો. તે અચાનક રોમાંચક મેચ થઈ અને તમામનું ધ્યાન તે ટેસ્ટ મેચ પર ચાલ્યું ગયું હતું.'

તેંડુલકરે 200 ટેસ્ટ મેચોમાં 15921 રન ફટકાર્યા હતા. તેમણે લાંબા ફોર્મેટમાં રસપ્રદતા ફરીથી જગાવવા માટે એવી પિચો તૈયાર કરવાની જરૂર પર ભાર આપ્યો જે થોડી રોચક હોય.

આ મહાન બેટ્સમેને કહ્યું, મને લાગે છે કે જો આપણે રોચક પિચો તૈયાર કરીએ છીએ તો ટેસ્ટ ક્રિકેટમાં રોમાંચ આવશે. પરંતુ જો પિચો સપાટ હશે તો ટેસ્ટ ક્રિકેટનો પડકાર યથાવત રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news