Sachin Tendulkar: ફેન્સ માટે સારા સમાચાર, ક્રિકેટના મેદાન પર ફરી ચોગ્ગા-છગ્ગા ફટકારશે સચિન
Sachin Tendulkar: 24 ફેબ્રુઆરી 2010 માં સચિને વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલી બેવડી સદી ફટકારી હતી. વર્ષ 2013 માં સચિન તેંડુલકરે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કર્યું હતું.
Trending Photos
Sachin Tendulkar: સચિન તેંડુલકરના ફેન્સ માટે એક સાચા સમાચાર સામે આવ્યા છે. ફરી એકવાર ક્રિકેટના મેદાન પર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ચોગ્ગા-છગ્ગા ફટકારતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે, સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે. સચિન તેંડુલકરે તેમના કરિયર દરમિયાન વન-ડેમાં 18,426 અને ટેસ્ટમાં 15,921 રન બનાવ્યા છે. તમામ ફોર્મેટમાં સચિન તેંડુલકરના નામે 100 ઇન્ટરનેશલ સદી છે.
મેદાન પર ફરી ચોકા-છક્કા ફટકારશે સચિન
સચિન તેંડુલકરના નામે વન-ડે ક્રિકેટમાં પહેલી બેવડી સદી ફટકારવાનો પણ રેકોર્ડ છે. 24 ફેબ્રુઆરી 2010 માં સચિને વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલી બેવડી સદી ફટકારી હતી. વર્ષ 2013 માં સચિન તેંડુલકરે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કર્યું હતું. તમને જણાવી દઈએ કે, સચિન તેંડુલકર ફરી એકવાર ફેન્સ માટે ક્રિકેટના મેદાન પર ઉતરવા જઈ રહ્યા છે.
ઇન્ડિયન ટીમની કરશે કેપ્ટનશીપ
મહાન ક્રિકેટર સચિન તેંડુલકર 10 સપ્ટેમ્બર 2022 થી 1 ઓક્ટોબર 2022 સુધી રમાઈ રહેલી રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝની બીજી સીઝનમાં ગત ચેમ્પિયન ઇન્ડિયન લેજન્ડ્સની કપ્ટનશીપ કરશે. રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝની મેચ કાનપુર, રાયપુર, ઇન્દોર અને દેહરાદુનમાં રમાશે. રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝની પહેલી મેચ કાનપુરમાં યોજાશે અને બે સેમિફાયનલ અને ફાઈનલ મેજબાની રાયપુર કરશે.
ટૂર્નામેન્ટમાં આ દેશ થશે સામેલ
ન્યુઝીલેન્ડ લેજન્ડ્સ આ સીઝનમાં નવી ટીમ છે અને તે દેશ અને દુનિયાભરમાં રોડ સેફ્ટી પ્રત્યે જાગૃતતા લાવવા માટે મુખ્ય રૂપથી રમાતા 22 દિવસીય આયોજન દરમિયાન ભારત, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, વેસ્ટઇન્ડિઝ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડના દિગ્ગજ સામેલ થશે.
આ પણ વાંચો:- જેક્લીન ફર્નાન્ડીઝની વધી મુશ્કેલીઓ, મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી કોર્ટે જાહેર કર્યું સમન્સ
આ ચેનલ પર થશે લાઈવ ટેલીકાસ્ટ
રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝની આગામી સીઝનને કલર્સ સિનેપ્લેક્સ, કલર્સ સિનેપ્લેક્સ સુપરહિટ અને નવી લોન્ચ કરવામાં આવેલી સ્પોર્ટ્સ 18 રમત પર પ્રસારિત કરવામાં આવશે. જ્યારે આ વૂટ અને જિયો પર ડિજિટલ સ્વરૂપમાં સ્ટ્રીમિંગ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે