B'day Special: ચર્ચામાં તો ઘણા રહ્યા ગંભીર, પણ આ વર્ષે ટીમ ઇન્ડિયાથી રહ્યા દૂર

આ વર્ષે આઇપીએલમાં અચાનક દિલ્હી ડેરડેવિલની ટીમનું કેપ્તાન પદ છોડી ચુકેલા ગંભીર અત્યારે પણ સક્રિય ક્રિકેટર સાથે જોડાયેલા છે પરંતુ ટીમ ઇન્ડિયાથી ઘણા દૂર જતા રહ્યા છે.

B'day Special: ચર્ચામાં તો ઘણા રહ્યા ગંભીર, પણ આ વર્ષે ટીમ ઇન્ડિયાથી રહ્યા દૂર

નવી દિલ્હી: ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટમાં એક ખાસ ખેલાડી રહ્યા છે. રવિવાર 14 ઓક્ટોબરે તેઓ તેમનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એક સમય ગંભીર ટીમ ઇન્ડિયાના સૌથી વિશ્વાસપાત્ર બેટ્સમેન હતા. 14 ઓક્ટોબર 1981માં જન્મેલા ગંભીર ઘણા સમયથી ટીમ ઇન્ડિયાથી બહાર નીકળી ગયા છે. આ વર્ષે આઇપીએલમાં અચાનક દિલ્હી ડેરડેવિલની ટીમનું કેપ્તાન પદ છોડી ચુકેલા ગંભીર અત્યારે પણ સક્રિય ક્રિકેટર સાથે જોડાયેલા છે પરંતુ ટીમ ઇન્ડિયાથી ઘણા દૂર જતા રહ્યા છે.

ગૌતમે તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ લગભગ બે વર્ષ પહેલા નવેમ્બર 2016માં ઇગ્લેન્ડ સામે રમી રહ્યા હતા. ત્યારથી તેઓ ટીમ ઇન્ડિયામાં જોડાવવાની રહા જોઇ રહ્યા હતા. જોકે અત્યારે કદાચ જ તેઓ ટીમ ઇન્ડિયામાં પરત ફર તેવું જોવા મળી રહ્યુ છે. એવું નથી કે તેમને બેટિંગ સમય રન બનાવવાનું ઓછુ કરી દીધું હોય. તેઓ અત્યારે પણ દિલ્હીની ટીમના કેપ્તાન છે. હાલમાં જ તેમણે વિજય હજારે ટ્રોફિમાં રમતા જોવા મળ્યા હતા અને પોતાની ટીમ માટે ઘણી સારી રમત રહ્યા હતા. પરંતુ 37 વર્ષીય ગંભીરને લાગે છે કે ટીમ ઇન્ડિયામાં તેમનો પરત ફરવાનો સમય પુરો થઇ ગયો છે.

ટૂર્નામેન્ટની વચ્ચે જ છોડ્યૂ કેપ્તાનનું પદ
આઇપીએલમાં ગૌતમ અને તેમની ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ સતત સારૂ પ્રદર્શન કરી રહી છે. તેઓ બે વખત ટીમને આઇપીએલ ખિતાબ આપાવી ચૂક્યા છે, પરંતુ આ વર્ષે સૌથી પહેલા ચર્ચામાં ગંભીર ત્યારે આવ્યા જ્યારે કોલકતા નાઇટ રાઇડ્સે તેમને પોતાની ટીમમાં રીટેન કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ આઇપીએલ હરાજીમાં દિલ્હી ડેરડેવિલ તેમને ખરીદયા હતા. ત્યારે ચર્ચા ચાલી રહી હતી કે દિલ્હીની ટીમમાં કેપ્તાન બનશે. તેમને દિલ્હીની શરૂઆતી મેચમાં કેપ્તાનનું પદ સંભાળ્યું પરંતુ ટીમના કોષ્ટકમાં સૌથી નીચે રહેવાના કારણ તેમણે ટૂર્નામેન્ટની વચ્ચે કેપ્તાનનું પદ છોડી દીધુ હતું. ત્યારબાદ આપીએલમાં તેઓ ખેલાડી તરીકે જોવા મળ્યા ન હતા.

ઘણા સામાજીક કાર્યોને લઇને રહ્યા ચર્ચામાં
ગૌતમ ગંભીર રમત ઉપરાંત સામાજીક કાર્યોને લઇને ઘણા ચર્ચામાં રહ્યા હતા. હાલમાં તમણે રક્ષાબંધના તહેવાર પર કિન્નરોને રાખળી બાંધી ચર્ચામાં રહ્યા હતા. તેમણે આ સાથે કિન્નરોનો સમાજમાં સ્વીકૃતિનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. તેઓ જમ્મૂ કશ્મીરના મુદ્દાને લઇને પણ ઘણા ચર્ચામાં રહ્યા હતા. હાલમાં જ સોશિયલ મીડિયા પર ગૌતમ ગંભીરની કેટલાક ફોટ પણ વાયરલ થયા હતા જેમાં તેઓ એક મહિલાના રૂપમાં નજર આવ્યા હતા. આ તસવીરોમાં ગૌતમના માથા પર બિંદી લગાઇ હતી અને માથા પર દુપટ્ટો ઓઢેલો હતો. ખરેખર, ગૌતમ ગંભીર 'નપુંસક હબ્બા' ની સાતમી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. જે શેમારી સોસાયટીએ આયોજન કર્યું હતું. ગૌતમ અહીં આવ્યા ત્યારે, તેઓ આ લોકોની જેમ પોશાક પહેર્યા હતા. અને આ ડ્રેસઅપમાં ગૌતમ ગંભીરનો એક ફોટા વાયરલ થયો હતો. જેની લોકોએ ઘણી પ્રશંસા કરી હતી.

ગૌતમ ગંભીરનું માનવું છે કે, ટ્રાંસજેન્ડરને ભદભાવનો સામનો કરવો પડે છે અને તેઓ હિંસાના પણ શિકાર બને છે. આ લોકોને આપડાથી અલગ અથવા કઇપણ સમજતા પહેલા માત્ર આપણે એટલું વિચારવું જોઇએ કે તેઓ સૌથી પહેલા માણસ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news