Team India ના પૂર્વ ક્રિકેટર આરપી સિંહના પિતાનું કોરોના વાયરસને કારણે નિધન

કોરોના વાયરસ  (Coronavirus) સંકટમાં અનેક લોકો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા ચેતન સાકરિયા અને પીયુષ ચાવલાના પિતાનું નિધન થયુ હતું. હવે આરપી સિંહ માટે દુખદ સમાચાર આવ્યા છે. 

Team India ના પૂર્વ ક્રિકેટર આરપી સિંહના પિતાનું કોરોના વાયરસને કારણે નિધન

નવી દિલ્હીઃ ક્રિકેટ જગત પર કોરોના વાયરસ (Coronavirus) નો કહેર જાીર છે. થોડા દિવસ પહેલા ભારતીય ફાસ્ટ બોલર ચેતન સાકરિયા  (Chetan Sakariya) અને પીયુષ ચાવલા (Piyush Chawla) ના પિતાનું આ ખતરનાક મહામારીને કારણે નિધન થયુ હતુ. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર આરપી સિંહ (RP Singh) પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. 

ટ્વિટર પર આપ્યા દુખદ સમાચાર
આરપી સિંહે ટ્વીટ કરી કહ્યુ- ખુબ દુખની સાથે મારે જણાવવુ પડી રહ્યુ છે કે મારા પિતા શિવ પ્રસાદ સિંહ  (Shiv Prasad Singh) નું નિધન થઈ ગયુ છે. 12 મેએ કોવિડને કારણે સ્વર્ગવાસ થઈ ગયો છે. હું તમને વિનંતી કરુ છું કે તમારી દુવાઓમાં મારા પિતાને જરૂર યાદ રાખો.

— R P Singh रुद्र प्रताप सिंह (@rpsingh) May 12, 2021

ભારતમાં કોરોનાનો કહેર
ભારતે કોરોનાની બીજી ખતરનાક લહેરનો સામનો કરવો પડી રહ્યો છે. દેશમાં કેસની સંખ્યામાં પણ મોટા પાયે વધારો થયો હતો. તો મૃત્યુઆંક પણ રેકોર્ડ બનાવી રહ્યો છે. સતત વધી રહેલા કેસને કારણે દેશની સ્વાસ્થ્ય સિસ્ટમ પણ સંકટમાં આવી ગઈ હતી. દેશમાં દરરોજ મહામારીને લીધે હજારો લોકોના મૃત્યુ થઈ રહ્યાં છે. 

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news