હવે ક્રિકેટનો તે જાદૂઈ અવાજ ક્યારેય સંભળાશે નહીં, રોબિન જેકમેનનું નિધન


Former England cricketer Robin Jackman Passed Away: ઈંગ્લેન્ડના મહાન ક્રિકેટર અને જાણીતા કોમેન્ટ્રેટર રોબિન જેકમેનનું નિધન થયુ છે. તેઓ 75 વર્ષના હતા. જેમનો જન્મ હિમાચલ પ્રદેશના શિમલામાં થયો હતો. 
 

હવે ક્રિકેટનો તે જાદૂઈ અવાજ ક્યારેય સંભળાશે નહીં, રોબિન જેકમેનનું નિધન

લંડનઃ ઈંગ્લેન્ડ માટે ચાર ટેસ્ટ અને 15 એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકેલા પૂર્વ ક્રિકેટર રોબિન જેકમેનનું નિધન થયુ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આ જાણકારી આપી છે. તેઓ 75 વર્ષના હતા. ભારતના હિમાચલ પ્રદેશના શિમલામાં જન્મેલા જેકમેને 1966થી 1982 વચ્ચે 399 પ્રથમ શ્રેણી મેચોમાં 1402 વિકેટ ઝડપી હતી. નિવૃતી બાદ તેઓ દક્ષિણ આફ્રિકામાં કોમેન્ટ્રેટર બની ગયા હતા. 

જેક તે જ કોમેન્ટ્રેટર છે, જેણે 2003 વિશ્વકપની એક મેચમાં પાકિસ્તાન પર ભારતની ધમાકેદાર જીત બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન સચિન તેંડુલકર સાથે વાત કરતા કહ્યુ હતુ- થેંક યૂ સચિન... તમે અમને એક સારી બેટિંગ જોવાની તક આપી. જે અંદાજમાં તમે રમ્યા તે મેં ક્યારેય જોયુ નથી. 

The thoughts of the cricketing world go out to his family and friends during this difficult time. pic.twitter.com/J0fw99qoXC

— ICC (@ICC) December 25, 2020

શોએબ પર ફટકારવામાં આવેલી ઐતિહાસિક સિક્સ દરમિયાન જેકની કોમેન્ટ્રી આજે પણ લોકોના મગજમાં જીવંત છે. માસ્ટર બ્લાસ્ટરે 75 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 98 રનની દમદાર ઈનિંગ રમવા પાકિસ્તાનના 273 રનનો સ્કોરને સામાન્ય બનાવી દીધો હતો. ભારતે આ મેચ 6 વિકેટથી જીતી હતી. 

આઈસીસીએ પોતાના નિવેદનમાં કહ્યું, 'અમે મહાન કોમેન્ટ્રેટર અને ઈંગ્લેન્ડના પૂર્વ બોલર રોબિન જેકમેનના નિધનથી દુખી છીએ. તેમનું 75 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે ક્રિકેટ જગતની સંવેદનાઓ.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news