FIFA World Cup 2018 : ફ્રાંસ ત્રીજીવાર ફાઇનલમાં પહોંચ્યું, ઉમટિટીના ગોલથી હાર્યું બેલ્ઝિયમ
ફ્રાંસે મંગળવારે મોડીરાત્રે સેંટ પીગર્સબર્ગ સ્ટેડિયમમાં રમાયેલી પહેલી સેમીફાઇનલ મેચમાં રોમાંચક અને આકરા મુકાબલામાં બેલ્ઝિયમને 1-0થી માત આપીને ફીફા વર્લ્ડકપની 21મા સંસ્કરણની ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. ફ્રાંસ ત્રીજીવાર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે.
Trending Photos
સેંટ પીગર્સબર્ગ: ફ્રાંસે મંગળવારે મોડીરાત્રે સેંટ પીગર્સબર્ગ સ્ટેડિયમમાં રમાયેલી પહેલી સેમીફાઇનલ મેચમાં રોમાંચક અને આકરા મુકાબલામાં બેલ્ઝિયમને 1-0થી માત આપીને ફીફા વર્લ્ડકપની 21મા સંસ્કરણની ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. ફ્રાંસ ત્રીજીવાર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે. આ પહેલાં 1998 અને 2006માં ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. 1998માં તે વર્લ્ડકપ વિજેતા બન્યું હતું. તો બીજી તરફ બેલ્ઝિયમ પહેલીવાર ફાઇનલમાં પહોંચવામાં સફળ ન રહ્યું. ફાઇનલમાં ફ્રાંસનો સામનો ઇગ્લેંડ અને ક્રોએશિયા વચ્ચે બુધ્વારે યોજાનાર સેમીફાઇનલ મેચની વિજેતા ટીમ સાથે થશે.
બેલ્ઝિયમના એટેકને રોકવામાં સફળ રહ્યું ફ્રાંસ
બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર હતી. આ મેચ ફ્રાંસને મજબૂત ડિફેંસ અને આ વર્લ્ડકપમાં અત્યાર સુધી સૌથી વધુ ગોલ કરનાર બેલ્ઝિયમની ફોરવર્ડ લાઇન વચ્ચે મેચ હતી. બંને ટીમો પોતાની તનતોડ મહેનતથી ફૂટબોલ રમી હતી. સફળતા જોકે ફ્રાંસના ડિફેંસને મળી જે બેલ્ઝિયમના એટેક રોકવામાં સફળ રહી.
ફ્રાંસના ગોલકીપર હ્યૂગો લોરિસ રહ્યા મેચના હિરો
આ મેચનો એકમાત્ર ગોલ 51મી મિનિટમાં થયો. આ ગોલ સૈમુએલ ઉમ્તીતીએ હેડરથી કર્યો. ફ્રાંસના ઓલીવર જીરૂને બોક્સમાં ગોલ મળ્યો જેને તેણે ફરીને નેટમાં નાખવા માટે પ્રયત્ન કર્યો અને દરમિયાન બોલ બેલ્ઝિયમના ડિફેંડરના પગ વાગીને બહાર જતો રહ્યો. ફ્રાંસને કોર્નર મળ્યો જેને એંટોની ગ્રીજમૈને લીધો અને તેમની કીક પર ઉમ્મીતીએ હેડર વડે ગોલ કરી ફ્રાંસને 1-0થી આગળ કરી દીધું.
ફ્રાંસની આ જીતમાં તેમના ગોલકીપર હ્યૂગો લોરિસનો મોટો હાથ રહ્યો જેમણે બંને હાફમાં ઘણા શાનદાર બચાવ કર્યા. તો બીજી તરફ બેલ્ઝિયમના ગોલકીપર તિબાઉત કોટરઇસે પણ ફ્રાંસને ઘણી તકો પર બીજા ગોલથી દૂર રાખ્યું. ફ્રાંસના ડિફેંસે પણ સારું કામ કર્યું અને બેલ્ઝિયમના રોમેલુ લુકાકુ અને ઇડન હેજાર્ડને ગોલ કરવા ન દીધા. ગોલ ખાધા બાદ બેલ્ઝિયમના ખેલાડીઓમાં બરાબરી કરવામાં સ્પષ્ટ ઉતાવળ જોવા મળી હતી અને તેના લીધે તેમને ત્રણ યલો કાર્ડ મળ્યા.
ફ્રાંસે શરૂઆતમાં બે તક ગુમાવી
આ પહેલાં પહેલા હાફમાં બેલ્ઝિયમે થોડી વધુ તકો બનાવી. ફ્રાંસે ઓછી તકો ઉભી કરી પરંતુ તેની તકો ખૂબ નજીક હતી. બેલ્ઝિયમે શરૂઆતમાં સારી રીતે ફ્લૈંકને બદલ્યું જેથી ફ્રાંસના ડિફેંસને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. હેજાર્ડે શરૂઆતમાં ફ્રાંસના ડિફેંસિવ લાઇનને વ્યસ્ત રાખી. જોકે 11મી મિનિટમાં ફ્રાંસને સતત બે તક મળી જેને તે ફિનિશ ન કરી શક્યું. બે મિનિટ બાદ પોલ પોગ્બાએ ડેમ્બેલેને છેતરીને કીલિયન એમબાપ્પેને પાસ કર્યો જે ગોલ કરવામાં અસફળ સાબિત થયા.
45મી મિનિટમાં બેલ્ઝિયમે ગોલની તક ગુમાવી
45મી મિનિટમાં લુકાકુએ બેલ્ઝિયમને 1-0ની બઢત આપવાનો મોકો ગુમાવ્યો. બોક્સની બહારથી ડી બ્રયૂને બોલ બોક્સમાં નાખ્યો જ્યાં લુકાકુ ગોલની સામે ઉભા રહ્યા. જોકે તે પહેલાં ઉમ્તીતી હતા પરંતુ બોલ પર પોતાનો કબજો કરી ન શક્યા અને બોલ લુકાકુની પાસે આવી જે તૈયાર ન હતા. પહેલા હાફનો અંત એકપણ ગોલ વિના થયો. બીજા હાફમાં ગોલ કર્યો જે વિજયી ગોલ સાબિત થયો. તો બીજી તરફ બેલ્ઝિયમ તમામ પ્રયત્નો છતાં પણ ગોલ ન કરી શક્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે