લિયોનેલ મેસી બન્યો FIFA પ્લેયર ઓફ ધ યર, છઠ્ઠીવાર જીત્યો આ એવોર્ડ

બાર્સિલોનાના સ્ટાર સ્ટ્રાઇકર લિયોનેલ મેસીએ ફીફાનો 'વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી'નો પુરસ્કાર હાસિલ કર્યો છે, જ્યારે મહિલાઓમાં અમેરિકાની ફોરવર્ડ મેગન રાપિનોએ આ એવોર્ડ જીત્યો છે.
 

લિયોનેલ મેસી બન્યો FIFA પ્લેયર ઓફ ધ યર, છઠ્ઠીવાર જીત્યો આ એવોર્ડ

નવી દિલ્હીઃ બાર્સિલોનાના સ્ટાર સ્ટ્રાઇકર લિયોનેલ મેસીએ ફીફાનો 'વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી'નો પુરસ્કાર હાસિલ કર્યો છે, જ્યારે મહિલાઓમાં અમેરિકાની ફોરવર્ડ મેગન રાપિનોએ આ એવોર્ડ જીત્યો છે. સોમવારે મોડી રાત્રે મિલાનના Teatro alla Scalaમા આયોજીત શાનદાર સમારોહમાં ફીફા એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. 

32 વર્ષીય મેસી છઠ્ઠી વખત આ પ્રતિષ્ઠિત એવોર્ડ પર કબજો કરવામાં સફળ રહ્યો છે. બાર્સિલોનાને પાછલી સિઝનમાં લા લિગા ચેમ્પિયન બનાવવા અને ચેમ્પિયન્સ લીગની સેમિફાઇનલમાં પહોંચાડવામાં મેસીનું મહત્વનું યોગદાન રહ્યું હતું. આ પહેલા આર્જેન્ટીનાના મેસીએ   2009, 2010, 2011, 2012, 2015મા આ પુરસ્કાર જીત્યો હતો. 

આ વખતે જુવેન્ટ્સના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિવરપૂલનો વર્જિલ વૈન ડાઇક આ એવોર્ડથી ચુકી ગયા હતા. મેસીનો હરીફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (2008, 2013, 2014, 2016, 2017)એ આ પુરસ્કાર પાંચ વખત જીત્યો છે. 

The official top 10 from FIFA's #TheBest Men's Player 2019 by ranking points. #FIFAFootballAwards pic.twitter.com/Wk7sAntgvk

— Squawka News (@SquawkaNews) September 23, 2019

2019: FIFA પ્લેયર ઓફ ધ એવોર્ડ

1. લિયોનેલ મેસી (બાર્સિલોના): 46 પોઈન્ટ

2. વર્જિલ વૈન ડાઇક (લિવરપૂલ): 38 પોઈન્ટ

3. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (જુવેન્ટ્સ): 36 પોઈન્ટ 

જુલાઈમાં અમેરિકાને મહિલાઓનો વિશ્વ કપ જીતાડનાર રાપિનોને પણ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. તેણે ટૂર્નામેન્ટમાં છ ગોલ કર્યા અને ટોપ સ્કોરરના રૂપમાં ગોલ્ડન બૂટ અને ટોપ ખેલાડીના રૂપમાં ગોલ્ડન બોલ હાસિલ કર્યો હતો. 

ઈંગ્લિશ ક્લબ લિવરપૂલના કોચ જુર્ગન ક્લોપને પુરૂષોના સર્વશ્રેષ્ઠ કોચ પસંદ કરવામાં આવ્યા, જ્યારે મહિલા વર્ગમાં સર્વશ્રેષ્ઠ કોચનો પુરસ્કાર અમેરિકાની રાષ્ટ્રીય ટીમની કોચ જિલ એલિસને મળ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news