આકાશ ચોપડાએ દીપક ચાહર પર 2010મા કરી હતી ભવિષ્યવાણી, ટ્વીટ થયું વાયરલ

Team India: નવ વર્ષ પહેલા આકાશ ચોપડાએ દીપક ચાહર વિશે એક ટ્વીટનો જવાબ આપતા ભવિષ્યવાણી કરી હતી કે આ કમાલ કરશે. 

 આકાશ ચોપડાએ દીપક ચાહર પર 2010મા કરી હતી ભવિષ્યવાણી, ટ્વીટ થયું વાયરલ

નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટ્રેટર આકાશ ચોપડાનું (Aakash Chopra) એક જૂનુ ટ્વીટ (tweet viral) વાયરલ થઈ રહ્યું છે. તેણે આ ટ્વીટ 2010મા કર્યું હતું, જે બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 આંતરરાષ્ટ્રીયમાં હેટ્રિક ઝડપનાર દીપક ચાહર (deepak chahar) વિશે હતું. 2010મા તેણે એક યૂઝરના સવાલનો જવાબ આપતા લખ્યું હતું- મેં એક યુવા ખેલાડીને જોયો છે- રાજસ્થાનમાં દીપક ચાહર. આ નામ યાદ રાખજો... ભવિષ્યમાં તેમને તેના વિશે ઘણું બધુ જોવા મળશે. ક્રિકેટના ફેન્સ હવે આ ટ્વીટને રીટ્વીટ કરી રહ્યાં છે. 

ઘણા ક્રિકેટ ફેન્સ આકાશ ચોપડાના ભવિષ્યવાણી વાળા ટ્વીટની પ્રશંસા કરી રહ્યાં છે. કેટલાકે તો તેને ટીમ ઈન્ડિયાનો સિલેક્ટર બનાવવાની સલાહ આપી છે. યૂઝરનું કહેવું છે કે, જે રીતે તેણે 9 વર્ષ પહેલા દીપક વિશે જાહેરાત કરી હતી તે પ્રતિભા ઓળખવામાં માહેર છે. 

એક યૂઝરે લખ્યું- પ્રતિભા શોધવામાં માસ્ટર ક્લાસ.. શ્રી આકાશ ચોપડા જ્ઞાનનો સાગર છે. ઉલ્લેખનીય છે કે આકાશે 2003થી 2004 સુધી ભારતીય ટીમ માટે કુલ 10 ટેસ્ટ રમી હતી. આ દરમિયાન તેણે 23.0ની એવરેજથી 437 રન બનાવ્યા હતા. તેમાં બે અડધી સદી સામેલ હતી. 

મહત્વનું છે કે રવિવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નાગપુરમાં રમાયેલા મુકાબલામાં તેણે હેટ્રિક ઝડપી હતી. તેણે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ (7 રન આપીને 6 વિકેટ) કરી હતી. તે ભારત તરફથી આ ફોર્મેટમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ પુરૂષ બોલર બન્યો હતો. 

ત્યારબાદ દીપક ચાહરે મંગળવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રાજસ્થાન તરફથી વિદર્ભ વિરુદ્ધ સતત ત્રણ બોલ પર ત્રણ વિકેટ ઝડપી હતી. તિરુવનંતપુરમમાં રમાયેલી હેટ્રિક વચ્ચે એક વાઇડ બોલ પણ હતો. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news