25 નવેમ્બરથી ગુજરાતની 16 ચેકપોસ્ટ થઈ જશે બંધ, આ રહ્યું લિસ્ટ...
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા નાગરિકોને ફાયદો અપાવતી ત્રણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. જેમાંના એક નિર્ણયમાં રાજ્યની 16 ચેકપોસ્ટ (Checkpost) બંધ કરવાની જાહેરાત કરાઈ છે. આગામી ૨5 નવેમ્બરથી તમામ 16 ચેકપોસ્ટ બંધ થઈ જશે. 25 નવેમ્બરથી ચેકપોસ્ટ પર કામ કરતા સ્ટાફને એનફોર્સમેન્ટથી માંડીને બીજા કામમાં મૂકાશે. આ ઉપરાંત RTOને લગતા મહત્વના નિર્ણયો પણ લેવાયા છે. ત્યારે રાજ્ય સરકાર કઈ કઈ ચેકપોસ્ટ બંધ કરશે તેનું લિસ્ટ સામે આવ્યું છે. જેની યાદી આ મુજબ છે.
1. અંબાજી, બનાસકાંઠા
2, અમીરગઢ, બનાસકાંઠા
3. ગુંડારી, બનાસકાંઠા
4. થાવરર, બનાસકાંઠા
5. થરાદ (ખોડા) બનાસકાંઠા
6. સમખિયાલી, કચ્છ
7. જામનગર
8. શામળાજી, અરવલ્લી
9. દાહોદ
10. ઝાલોદ, દાહોદ
11. છોટાઉદેપુર
12. સાગબારા, નર્મદા
13. કપરાડા, વલસાડ
14. ભિલાડ, વલસાડ
15. સોનગઢ, તાપી
16. વઘઈ, ડાંગ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારને દર વર્ષે આરટીઓ ચેકપોસ્ટ પરથી 300 -350 કરોડ જેટલી આવક થતી હતી. બનાસકાંઠાના અમીરગઢ, ગુંદરી અને ખોડા ચેકપોસ્ટ પરથી સરકારને 50 કરોડ જેટલી વાર્ષિક આવક થતી હતી. સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને વાહન ચાલકો કોઈ પણ પ્રકારની રોકટોક વગર પોતાનો સમય બગડ્યા વગર ચેકપોસ્ટ પરથી પસાર થઈ શકે તે માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. દર વર્ષે 90 લાખ મોટા વાહનો ચેકપોસ્ટ પર ઉભા રહેતા હતા. જેમાં તંત્ર પણ કામે લાગતું હતું. હવે આ તમામ કામગીરી ઓનલાઈન થશે. કંપનીઓને આરટીઓ પાસેથી ઓફલાઈનની સર્વિસ પણ મળી રહેશે. આઠ રાજ્યોમાં ગુજરાતમાં આવતી ટ્રકો આવે છે. ત્યાં મીટિંગ કરે છે. અને હવે બહારથી આવતી ટ્રકોનું પણ ઓનલાઇન પેમેન્ટ લેવાશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે