SA vs ENG: ઈંગ્લેન્ડે અંતિમ ટેસ્ટમાં આફ્રિકાને 191 રને હરાવ્યું, 3-1થી જીતી સિરીઝ

સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

SA vs ENG: ઈંગ્લેન્ડે અંતિમ ટેસ્ટમાં આફ્રિકાને 191 રને હરાવ્યું, 3-1થી જીતી સિરીઝ

જોહનિસબર્ગઃ ઈંગ્લેન્ડે જોહનિસબર્ગમાં રમાયેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝના અંતિમ મુકાબલામાં યજમાન દક્ષિણ આફ્રિકાને 191 રને પરાજય આપ્યો છે. આ જીતની સાથે ઈંગ્લેન્ડે 3-1થી ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી લીધી છે. અંતિમ ટેસ્ટ મેચના ચોથા દિવસે 466 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા પ્રોટિયાઝની ટીમ 274 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ માટે માર્ક વુડે બંન્ને ઈનિંગમાં મળીને કુલ 9 વિકેટ ઝડપી હતી અને તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સાથે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર વર્નન ફિલાન્ડરની આ અંતિમ મેચ હતી. તેણે આ સિરીઝ પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી હતી.

ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ ઈનિંગમાં 400 રન બનાવ્યા હતા, જેના જવાબમાં આફ્રિકાની ટીમ 183 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગના આધારે 217 રનની લીડ લીધા બાદ બીજી ઈનિંગમાં 248 રન બનાવ્યા હતા. આમ ઈંગ્લેન્ડે યજમાન આફ્રિકાને જીતવા માટે 466 રનનો લક્ષ્ય આપ્યો હતો. 

England win the Johannesburg Test by 191 runs, taking the #SAvENG series home 3-1!

— ICC (@ICC) January 27, 2020

બીજી ઈનિંગમાં રેસી વેન ડર ડુસેનને છોડીને આફ્રિકાનો કોઈપણ બેટ્સમેન મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. ડુસેને 98 રન બનાવ્યા અને માત્ર 2 રન માટે પોતાની સદી ચુકી ગયો હતો. આ સિવાય ડી કોકે 39 અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 35 રનનું યોગદાન આપ્યું હતું. એક સમયે આફ્રિકાની ટીમ 5 વિકેટ પર 235 રન બનાવીને સારી સ્થિતિમાં હતી પરંતુ પોતાની અંતિમ 5 વિકેટ માટે 39 રનમાં ગુમાવી દીધી હતી. બેન સ્ટોક્સે સિરીઝમાં કુલ 318 રન બનાવ્યા તથા 10 વિકેટ ઝડપી હતી. તેના માટે તેને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. 

આફ્રિકાએ પ્રથમ ટેસ્ટ મેચ 107 રનથી જીતી હતી પરંતુ ત્યારબાદ ઈંગ્લેન્ડે સતત ત્રણ ટેસ્ટ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરી લીધી છે. ઈંગ્લેન્ડના આ શ્રેણી વિજય બાદ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પણ ફેરફાર થશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news