ENG vs WI Day 4: ઈંગ્લેન્ડની પકડ મજબૂત, માન્ચેસ્ટર ટેસ્ટ ડ્રો તરફ
England vs West Indies 2nd Test: બીજી ટેસ્ટ હવે ડ્રો તરફ આગળ વધતી દેખાઈ રહી છે. પ્રથમ ઈનિંગની લીડના આધારે ઈંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઈન્ડિઝ કરતા 219 રન આગળ છે.
Trending Photos
માન્ચેસ્ટરઃ ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ ચાલી રહી છે. બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત પૂરી થવા સુધી ઈંગ્લેન્ડે પોતાની બીજી ઈનિંગમાં 2 વિકેટ ગુમાવીને 37 રન બનાવી લીધા છે. બેન સ્ટોક્સ (16 રન) અને જો રૂટ (8 રન) ક્રિઝ પર છે.
બીજી ટેસ્ટ હવે ડ્રો તરફ આગળ વધતી જોવા મળી રહી છે. પ્રથમ ઈનિંગની લીડના આધારે વેસ્ટ ઈન્ડિઝ કરતા ઈંગ્લેન્ડ 219 રન આગળ છે. આ પહેલા ક્રિસ વોક્સ અને સ્ટુઅર્ટ બ્રોડે ચોથા દિવસે છેલ્લા સત્રમાં નવા બોલથી ત્રણ-ત્રણ વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ઈનિંગમાં 287 રન પર ઓલઆઉટ કરી ઈંગ્લેન્ડને 182 રનની લીડ અપાવી હતી.
વેસ્ટ ઈન્ડિઝ ફોલોઓન બચાવવામાં સફળ રહ્યું, પરંતુ તેણે પોતાની છેલ્લી 6 વિકેટ 45 રનની અંદર ગુમાવી હતી. કેરેબિયન ટીમ તરફથી ક્રેગ બ્રેથવેટે 75, બ્રૂક્સે 68 અને રોસ્ટર ચેસે 51 રન બનાવ્યા હતા.
ચોથા દિવસે બીજા સત્રમાં અમ્પાયરોએ બોલને સેનેટાઇઝ કરવો પડ્યો, કારણ કે ઈંગ્લેન્ડના ડોમ સિબ્લીએ ભૂલથી લાળ લગાવી દીધી હતી. વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની 42મી ઓવરની શરૂઆત પહેલા માઇકલ ગોફને ટિશ્યૂથી બોલ સાફ કરતા જોવા મળ્યા હતા.
પૂર્વ પેસર ડોમિનિક કોર્ક બોલ્યા- બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડના મહાન ખેલાડીઓમાંથી એક બનશે
મહત્વનું છે કે સિબ્લીએ ભૂલથી બોલ પર લાળ લગાવી દીધી અને યજમાન ટીમે તત્કાલ તેની જાણકારી અમ્પાયરને આપી હતી, ત્યારબાદ બોલને સેનેટાઇઝ કરવામાં આવ્યો હતો. આઈસીસીએ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે બોલ ચમકાવવા માટે સલાયવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આમ કરવાથી પહેલા ટીમને ચેતવણી આપવામાં આવશે, પરંતુ વારંવાર હરકત કરવા પર સજા મળી શકે છે.
આ પહેલા ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ ઈનિંગમાં 9 વિકેટ પર 469 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. ઈંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે 356 બોલમાં 176 રન બનાવ્યા હતા, તેની ઈનિંગમાં 17 ચોગ્ગા અને 2 સિક્સ સામેલ છે.
તો ડોમ સિબ્લીએ 372 બોલમાં 120 રનનું યોગદાન આપ્યું હતું. તેણે સ્ટોક્સ સાથે 260 રનની ભાગીદારી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે