IND vs ENG: ઈંગ્લેન્ડની ટીમ કોરોના ટેસ્ટમાં પાસ, સ્ટોક્સ, બર્ન્સ અને આર્ચરે શરૂ કરી પ્રેક્ટિસ

બેન સ્ટોક્સ (Ben Stokes) અને જોફ્રા આર્ચર (Jofra Archer) ને શ્રીલંકા સામેની સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. તો બર્ન્સ પોતાના પ્રથમ બાળકના જન્મને કારણે પેટરનિટી લીવ પર હતો. 
 

IND vs ENG: ઈંગ્લેન્ડની ટીમ કોરોના ટેસ્ટમાં પાસ, સ્ટોક્સ, બર્ન્સ અને આર્ચરે શરૂ કરી પ્રેક્ટિસ

ચેન્નઈઃ ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે 5 ફેબ્રુઆરીથી પ્રથમ ટેસ્ટ મેચ રમાવાની છે. ઘાતક કોરોના વાયરસ (Corona Virus) થી બચાવ તરીકે આકરી વ્યવસ્થા કરવામાં આવી છે અને ખેલાડીઓના સતત ટેસ્ટ થઈ રહ્યા છે. આ વચ્ચે શનિવારે ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ, ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને રિઝર્વ ઓપનિંગ બેટ્સમેન રોરી બર્ન્સે છ દિવસના આકરા આઇસોલેશન બાદ ચેપોલ પર પ્રથમ પ્રેક્ટિસ સત્રમાં ભાગ લીધો હતો. 

ઈંગ્લેન્ડ ટીમના બાકી સભ્યો કોરોના ટેસ્ટ (Corona test) મા પણ નેગેટિવ આવ્યા છે. સ્ટોક્સ અને આર્ચરને વર્કલોડ મેનેજમેન્ટ માટે આરામ આપવામાં આવ્યો હતો જ્યારે બર્ન્સ પોતાના પ્રથમ બાળકના જન્મને કારણે બહાર હતો. ત્રણેય પોતાના સાથીઓ પહેલા ભારત પહોંચી ગયા અને ત્રણ આરટી-પીસીઆર ટેસ્ટમાં નેગેટિવ આવ્યા બાદ અભ્યાસ શરૂ કર્યો છે. 

ઈંગ્લેન્ડના મીડિયા મેનેજર ડૈની રૂબેને કહ્યુ, ખેલાડીઓના પ્રથમ સમૂહ આર્ચર, બર્ન્સ, સ્ટોક્સે (Ben Stokes) આજે પ્રેક્ટિસ કરી. આ આગામી ત્રણ દિવસ દરરોજ બે કલાક અભ્યાસ કરશે. 

તેમણે કહ્યું, ઈંગ્લેન્ડની ટીમનો બીજો કોરોના ટેસ્ટ નેગેટિવ રહ્યો છે. ઈંગ્લેન્ડ ટીમ (Englend Team) બે ફેબ્રુઆરીથી પ્રેક્ટિસ શરૂ કરશે. ચાર મેચોની સિરીઝની પ્રથમ ટેસ્ટ 5 ફેબ્રુઆરીથી ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news