World Cup 2023: વનડે વિશ્વકપ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આ સ્ટાર ખેલાડીને કરાયો બહાર

આઈસીસી વનડે વિશ્વકપ 2023 માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ટીમ જાહેર કરી દીધી છે. ઈંગ્લેન્ડ વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડ સામે રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ઈંગ્લિશ ટીમ ટાઈટલ ડિફેન્ડ કરવા ઉતરશે. 

World Cup 2023: વનડે વિશ્વકપ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આ સ્ટાર ખેલાડીને કરાયો બહાર

નવી દિલ્હીઃ વનડે વિશ્વકપ 2023 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. વિશ્વકપનો પ્રથમ મુકાબલો 5 ઓક્ટોબરે રમાવાનો છે. આ મોટી ટૂર્નામેન્ટ માટે દુનિયાભરની ટીમો તૈયાર છે. આ વચ્ચે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે પોતાની વિશ્વકપ ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમની કમાન જોસ બટલરને સોંપવામાં આવી છે. તો ટીમમાંથી એક સ્ટાર ખેલાડીને બહાર કરી દેવામાં આવ્યો છે. 

આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડે 50 ઓવરના વિશ્વકપની ટીમમાં સ્ટાર ઓપનિંગ બેટર જેસન રોયની જગ્યાએ હેરી બ્રૂકને સામેલ કર્યો છે. બ્રૂક, જેને ઈંગ્લેન્ડની અસ્થાયી વિશ્વકપ ટીમમાં બહાર રાખવામાં આવ્યો હતો, જેને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તાજેતરમાં સમાપ્ત થયેલી સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો હતો. ડેવિડ મલાન, જેણે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વનડે મેચની સિરીઝમાં 277 રન ફટકાર્યા, તેને પણ ટીમમાં જગ્યા મળી છે. તે જોની બેયરસ્ટો સાથે ઓપનિંગ કરી શકે છે. પીઠની ઈજાને કારણે રોયને બહાર કરવામાં આવ્યો છે. 

સ્ટોક્સ પણ ટીમમાં સામેલ
ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર અને ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને પણ વનડે વિશ્વકપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સ્ટોક્સે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ઈનિંગમાં 235 રન ફટકાર્યા હતા. જેમાં તેણે 124 બોલ પર 182 રનની ઈનિંગ રમી હતી. 

સ્પિનર આદિલ રાશિદ અને માર્ક વુડ ઈજાગ્રસ્ત છે પરંતુ બંનેને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડ વિશ્વકપમાં પોતાના અભિયાનનો પ્રારંભ 5 ઓક્ટોબરે અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સામે રમીને કરશે. 

વર્લ્ડ કપ 2023 માટે ઈંગ્લેન્ડની ટીમ
જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ગસ એટકિંસન, જોની બેયરસ્ટો, હેરી બ્રૂક, સેમ કપન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, જો રૂટ, બેન સ્ટોક્સ, રીસ ટોપલે, ડેવિડ વિલી, માર્ક વુડ, ક્રિસ વોક્સ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news