ઈજાને કારણે IPL 2021 અને ટી-20 વિશ્વકપમાંથી બહાર થયો ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન
આઈસીસી ટી20 વિશ્વકપ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આ મહત્વની ટૂર્નામેન્ટ પહેલા ઈંગ્લેન્ડ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને યૂએઈ અને ઓમાનમાં રમાનાર ટી20 વિશ્વકપ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. તેનો સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન ઈજાને કારણે આ ટૂર્નામેન્ટ અને આઈપીએલ-2021માંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ભાઈ ટોમ કરનને ઈંગ્લેન્ડે ટી20 વિશ્વકપની ટીમમાં સામેલ કર્યો છે. તે પહેલા સ્ટેન્ડબાયમાં સામેલ હતો. ફાસ્ટ બોલર રીસ ટોપ્લેને હવે રિઝર્વ ખેલાડીના રૂપમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે જલદી ઈંગ્લેન્ડ ટીમ સાથે જોડાશે.
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે મંગળવારે સેમ કરનની ઈજા પર નિવેદન જાહેર કરતા કહ્યું- સેમને આઈપીએલ 2021માં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચ રમતા પીઠમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. બાદમાં સ્કેનના પરિણામોથી તેની ઈજાની જાણકારી મળી. હવે તે આગામી એક-બે દિવસમાં ઈંગ્લેન્ડ પરત ફરશે અને બીજીવાર સ્કેન કરાવશે. સાથે ઈસીબીની મેડિકલ ટીમ પણ આ સપ્તાહે તેની સ્થિતિની સમીક્ષા કરશે.
Speedy recovery, @CurranSM 💪#T20WorldCup squad update ⬇️
— England Cricket (@englandcricket) October 5, 2021
ટી-20 વિશ્વકપ માટે ઈંગ્લેન્ડની ટીમ- ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોની બેયરસ્ટો, સેમ બિલિંગ્સ, જોસ બટલર, ટોમ કરન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, ટાઇમલ મિલ્સ, આદિલ રાશિદ, જેસન રોય, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વુડ.
રિઝર્વ ખેલાડીઃ લિયામ ડોસન, રીસ ટોપ્લે, જેમ્સ વિન્સ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે