ENG vs PAK 1st Test: વોક્સ-બટલરે ઈંગ્લેન્ડને પાકિસ્તાન પર અપાવી બેજોડ જીત, સિરીઝમાં 1-0થી આગળ


જોસ બટલર (75) અને ક્રિસ વોક્સ (84*)ની બેજોડ બેટિંગની મદદથી ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે ત્રણ મેચોની સિરીઝમાં 1-0ની લીડ બનાવી લીધી છે. 

ENG vs PAK 1st Test: વોક્સ-બટલરે ઈંગ્લેન્ડને પાકિસ્તાન પર અપાવી બેજોડ જીત, સિરીઝમાં 1-0થી આગળ

માન્ચેસ્ટરઃ ઈંગ્લેન્ડે પાકિસ્તાનને માન્ચેસ્ટરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 3 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે યજમાન ટીમે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડ બનાવી લીધી છે. બીજી ટેસ્ટ મેચ 13 ઓગસ્ટથી સાઉથેમ્પ્ટનમાં રમાશે. 

ઈંગ્લેન્ડ માટે જોસ બટલરે બીજી ઈનિંગમાં 75 અને ક્રિસ વોક્સે અણનમ 84 રન બનાવ્યા હતા. જોસ બટલર અને ક્રિસ વોક્સ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 139 રનની ભાગીદારી થઈ હતી. 

આ પહેલા ચોથા દિવસે શનિવારે પાકિસ્તાન બીજી ઈનિંગમાં 169 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. ઈંગ્લેન્ડને જીત માટે ચોથી ઈનિંગમાં 277 રનનો મુશ્કેલ લક્ષ્ય મળ્યો હતો. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા બ્રોડે બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. 

માન્ચેસ્ટર ટેસ્ટના ચોથા દિવસે પાકિસ્તાને પોતાની બીજી ઈનિંગ શુક્રવારના પોતાના સ્કોર 8 વિકેટ પર 137 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. અંતમાં યાસિર શાહે થોડી આક્રમક બેટિંગ કરી અને ટીમનો સ્કોર 158 સુધી પહોંચાડ્યો હતો. આ સ્કોર પર નવમી વિકેટ પડી હતી. 

UEFA Champions League: રિયલ મેડ્રિડને હરાવીને માન્ચેસ્ટર સિટી ક્વાર્ટર ફાઇનલમાં

શાહે 24 બોલમાં 33 રન (5 ચોગ્ગા, 6 સિક્સ) બનાવ્યા, તેને બ્રોડે આઉટ કર્યો હતો. અંતમાં નસીમ શાહ (4)ની વિકેટ પડી, જેને જોફ્રા આર્ચરે બોલ્ડ કર્યો હતો. મોહમ્મદ અબ્બાસ (3) નોટઆઉટ રહ્યો હતો. 

ઈંગ્લેન્ડ તરફથી સ્ટુઅર્ટ બ્રોડે 37 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. બેન સ્ટોક્સ અને ક્રિસ વોક્સને 2-2 સફળતા મળી હતી. તો જોફ્રા આર્ચર અને ડોમ બેસને એક-એક વિકેટ મળી હતી. 

પાકિસ્તાનની પ્રથમ ઈનિંગના સ્કોર 326ના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 219 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેથી મહેમાન ટીમને પ્રથમ ઈનિંગના આધારે 107 રનની લીડ મળી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news