Emerging Teams Cup: રોમાંચક સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે હારી ભારતીય ટીમ

ભારતીય ટીમને એસીસી ઇમર્જિંગ ટીમ્સ કપ-2019 (Emerging Teams Cup 2019)ની સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. બુધવારે તેને રોમાંચક મુકાબલામાં કટ્ટર હરીફ પાકિસ્તાને 3 રને પરાજય આપ્યો હતો. 

Emerging Teams Cup: રોમાંચક સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે હારી ભારતીય ટીમ

ઢાકાઃ ભારતીય ટીમને એસીસી ઇમર્જિંગ ટીમ્સ કપ-2019 (Emerging Teams Cup 2019)ની સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. બુધવારે તેને રોમાંચક મુકાબલામાં કટ્ટર હરીફ પાકિસ્તાને (IND vs PAK) 3 રને પરાજય આપ્યો હતો. હવે ફાઇનલમાં પાકિસ્તાનનો સમનો યજમાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલની વિજેતા ટીમ સાથે થશે. ફાઇનલ મુકાબલો 23 નવેમ્બરે ઢાકામાં રમાશે. 

મીરપુર (ઢાકા)ના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 267/7નો સ્કોર બનાવ્યો હતો. ભારતીય ટીમ નિર્ધારિત 50 ઓવરોમાં 264/8 રન બનાવી શકી હતી. અંતિમ ઓવરમાં ભારતની ઇમર્જિંગ ટીમને જીતવા માટે 8 રનની જરૂર હતી, પરંતુ પાકિસ્તની બોલર ઉમાદ બટે આ નિર્ણાયક ઓવરમાં 4 રન આપ્યા અને એક વિકેટ પણ હાસિલ કરી હતી. 

ભારતીય ટીમ તરફથી સનવીર સિંહે રનઆઉટ થતાં પહેલા 90 બોલમાં 76 રનની ઈનિંગ રમી હતી, જેમાં તેણે 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ટીમ તરફથી કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન બીઆર શતરે 47 રન બનાવ્યા, જ્યારે અરમાન જાફરે 46 રનનું યોગદાન આપ્યું હતું. 

આ પહેલા પાકિસ્તાનની ટીમે ઓમૈર યૂસુફની અડધી સદી (66)ની મદદથી 267/7 રન બનાવ્યા હતા. ભારત તરફથી ફાસ્ટ બોલર શિવમ માવીએ 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય સૌરભ દુબેએ 2 અને ઓફ સ્પિનર રિતીક શોકીનને બે સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news