બ્રાવોના 'ચિકન ડાન્સ'નો VIDEO વાયરલ, હસી હસીને બેવડા વળી ગયા ફેન્સ
આ ટૂર્નામેન્ટમાં ડ્વેન બ્રાવો મરાઠા અરેબિયન્સની ટીમ તરફથી રમી રહ્યો હતો. બંગાલ ટાઇગર્સ વિરુદ્ધ એલિમિનેટર મેચ દરમિયાન ડ્વેન બ્રાવોએ એક કેચ ઝડપીને ચિકન ડાન્સ કર્યો ત્યારબાદ બધા પેટ પકડીને હસ્યા હતા.
Trending Photos
શારજાહઃ વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે, પરંતુ હજુપણ મેદાન પર તેનો જલવો છે. યૂએઈમાં રમાઈ રહેલી ટી10 લીગમાં ડ્વેન બ્રાવોએ એક અલગ જ અંદાજમાં ડાંસ કરીને દર્શકોનું ધ્યાન તેની તરફ ખેંચ્યું હતું.
આ ટૂર્નામેન્ટમાં ડ્વેન બ્રાવો મરાઠા અરેબિયન્સની ટીમ તરફથી રમી રહ્યો હતો. બંગાલ ટાઇગર્સ વિરુદ્ધ એલિમિનેટર મેચ દરમિયાન ડ્વેન બ્રાવોએ એક કેચ ઝડપીને ચિકન ડાન્સ કર્યો ત્યારબાદ બધા પેટ પકડીને હસ્યા હતા.
બંગાલ ટાઇગર્સ વિરુદ્ધ એલિમિનેટર મેચમાં ડ્વેન બ્રાવોએ મેચની 9મી ઓવર દરમિયાન મોહમ્મદ નબીનો કેચ ઝડપ્યો ત્યારબાદ તેણે મેદાન પર ચિકન ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. બ્રાવોએ આ કેચ તેની જ ઓવરમાં પકડ્યો હતો. બ્રાવોના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
35 વર્ષીય બ્રાવોએ 2004માં પર્દાપણ કર્યા બાદ 40 ટેસ્ટ મેચ, 164 વનડે અને 66 ટી20 મેચ રમી હતી. છેલ્લે તેણે બે વર્ષ પહેલા પાકિસ્તાન વિરુદ્ધ અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે ટેસ્ટમાં 2200 રન, 86 વિકેટ, વનડેમાં 2968 રન, 199 વિકેટ અને ટી-20 ઈન્ટરનેશનલમાં 1142 રન બનાવવા સિવાય 52 વિકેટ પણ ઝડપી હતી.
Watch Dwayne Bravo's Dance Unbelievable! | T10 League https://t.co/zeuHENvCLW
— Tarun Singh Verma (@TarunSinghVerm1) December 3, 2018
ક્રિકેટ સિવાય બ્રાવોએ પોતાનું ગિત ચેમ્પિયન્સને કારણે પણ ચર્ચામાં રહ્યો હતો, જે ભારતમાં 2016 વિશ્વ ટી-20માં વેસ્ટ ઈન્ડિઝના વિજયી અભિયાન દરમિયાન ટીમનું સત્તાવાર ગીત હતું.
બ્રાવોએ પોતાની છેલ્વી વનડે મેચ ભારત વિરુદ્ધ ધર્મશાળામાં 2014માં રમી હતી. આ પ્રવાસમાં બોર્ડ સાથે વેતનના વિવાદને કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રવાસ અધવચ્ચે છોડીને સ્વદેશ પરત ફરી ગઈ હતી. બ્રાવો તે સમયે ટીમનો કેપ્ટન હતો.
ત્યારબાદ તેને 2015ના વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ 2016ના ટી20 વિશ્વકપમાં તેની ટીમમાં વાપસી થઈ અને તેણે ટીમને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે