WATCH: 108 મીટર મોન્સ્ટર સિક્સ, ચિન્નાસ્વામીમાં ગર્જ્યું DK નું બેટ, ફટકારી સૌથી લાંબી સિક્સર

RCB VS SRH: રોયલ ચેલેંજર્સ બેંગલુરૂ માટે આઇપીએલ 2024 માં રમી રહેલા દિનેશ કાર્તિકનું બેટ જોરદાર બોલી રહ્યું છે. સનરાઇઝર્સ હૈદ્રાબાદ વિરૂદ્ધ ભલે જ RCB ને હાર સહન કરવી પડી, પરંતુ દિનેશ કાર્તિકે પોતાના બેટ વડે ફેન્સને ખૂબ એન્ટરટેન કર્યા. તેમણે IPL 2024 ની સૌથી લાંબી સિક્સર ફટકારી દીધી. 

WATCH: 108 મીટર મોન્સ્ટર સિક્સ, ચિન્નાસ્વામીમાં ગર્જ્યું DK નું બેટ, ફટકારી સૌથી લાંબી સિક્સર

Dinesh Karthik Six Video: આઇપીએલ 2024 ના 30મા મુકાબલો અત્યાર સુધીનો સૌથી રોમાંચક મેચ રહી. આ મેચમાં રન અને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થયો. સનરાઇઝર્સ હૈદરાબાદ આઇપીએલ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવતાં બોર્ડ પર 287 રન ફટકાર્યા તો ટાર્ગેટનો પીછો કરતાં RCB એ પણ છેલ્લે સુધી લડાઇ લડી. RCB એ આ મેચમાં દિનેશ કાર્તિકની તોફાની 83 રનની ઇનિંગથી 262 રન બનાવ્યા. એક તરફ આ મેચમાં 549 રન બન્યા, જે કોઇપણ ટી20 મેચમાં બનેલા સૌથી વધુ રનનો રેકોર્ડ છે, તો બીજી તરફ કાર્તિકે આ સીઝનની સૌથી લાંબી સિક્સર ફટકારી. 

The bowlers can finally breathe at the Chinnaswamy as the batting carnage comes to an end! 🥶

— IndianPremierLeague (@IPL) April 15, 2024

કાર્તિકનો 108 મીટર સિક્સ
દિનેશ કાર્તિકે ઈનિંગની 16મી ઓવરના પહેલા બોલ પર IPL 2024નો સૌથી લાંબી સિક્સ ફટકારી હતી. ફાસ્ટ બોલર ટી નટરાજન આ ઓવર નાખી રહ્યો હતો. કાર્તિકે મિડ-વિકેટ તરફ મોટો શોટ માર્યો હતો. બોલ સીધો સ્ટેડિયમની છત સાથે ટકાર્યો અને નીચે પડ્યો. કાર્તિકનો આ છગ્ગો 108 મીટરની ઝડપે નોંધાયો હતો. કાર્તિકે આ મેચમાં તોફાની બેટિંગ કરી અને 35 બોલમાં 83 રન બનાવ્યા જેમાં 5 ફોર અને 7 સિક્સ સામેલ હતી. જોકે, તેની ઇનિંગ્સ આરસીબીને જીત સુધી લઈ જવા માટે પૂરતી ન હતી. કાર્તિકે આ મેચમાં માત્ર 23 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા હતા.

ક્લાસેને ફટકારી 106 મીટર લાંબી સીક્સર
આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેને પણ પોતાનો દમ બતાવતાં 106 મીટર લાંબી સિક્સર ફટકારી. આ સિક્સર સાથે તેમણે વેંક્ટેશ ઐય્યર અને નિકોલસ પુરને આટલા જ મીટરની સિક્સર ફટકારી અને સિક્સની બરાબારી કરી લીધી. ક્લાસેને આ મેચમાં વિસ્ફોટક બેટીંગ કરતાં ફક્ત 31 બોલમાં 67 રનની ઇનિંગ રમી, જેમાં 7 સિક્સર અને 2 ચોગ્ગા સામેલ હતા. ક્લાસેન ઉપરાંત ટ્રેવિસ હેડે તોફાની સદી ફટકારી. તેમણે 41 બોલમાં 9 ચોગ્ગા અને 8 સિક્સરની મદદથી 102 રન બનાવ્યા. જેને હૈદરાબાદની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. 

IPL 2024 ની ટોપ-5 સૌથી લાંબી સિક્સ
દિનેશ કાર્તિક - 108 મીટર
હેનરિક ક્લાસેન - 106 મીટર
વેંકટેશ અય્યર - 106 મીટર
નિકોલસ પૂરન - 106 મીટર
ઇશાન કિશન - 103 મીટર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news