Football: મહાન ફુટબોલર પેલેએ કહ્યું, લિયોનેલ મેસીથી શાનદાર હતા ડિએગો મારાડોના

મારાડોના પોતાની આગેવાનીમાં આર્જેન્ટીના ટીમને વર્ષ 1986ના વિશ્વકપમાં ચેમ્પિયન બનાવી ચુક્યા છે. આ સિવાય 1990ના વિશ્વકપમાં આર્જેન્ટીનાની ટીમ રનર્સઅપ રહી હતી.

 Football: મહાન ફુટબોલર પેલેએ કહ્યું, લિયોનેલ મેસીથી શાનદાર હતા ડિએગો મારાડોના

રિયો ડિ જેનેરોઃ ફુટબોલ જગતમાં હંમેશા ચર્ચા ચાલતી રહે છે કે, આર્જેન્ટીનાનો સર્વશ્રેષ્ઠ ફુટબોલ ખેલાડી કોણ છે. આ મામલામાં ડિએગો મારાડોના (Diego Maradona) અને લિયોનેલ મેસી (Lionel Messi)નું નામ લેવામાં આવે છે. કોઈ મારાડોનાને શાનદાર માને છે તો કોઈ મેસીના કૌશલ્યના ચાહક છે. યુવા પ્રશંસકોએ ઘણા એવા છે જેણે મારાડોનાની રમતના જૂના વીડિયો જોયા છે. આમ તો ફુટબોલ જગતના દિગ્ગજોમાં સામેલ પેલેનું માનવું છે કે, આર્જેન્ટીનાના દિગ્ગજ ડિએગો મારાડોના વર્તમાનમાં દેશના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીથી શાનદાર છે. બાર્સિલોનાના ફોરવર્ડ મેસી આ વખતે છઠ્ઠો બાલોન ડિ ઓરનો ખિતાબ ન જીતી શક્યો અને તે ખેલાડીઓની યાદીમાં પાંચમાં સ્થાને રહ્યો હતો. 

બ્રાઝીલના 78 વર્ષીય પેલેએ કહ્યું કે, આ વખતે બાલોન ડી ઓર ખિતાબ માટે ખેલાડીઓની યાદીમાં મેસી ટોપ-3મા સામેલ ન હતો. સમાચાર પત્ર ફોલ્હા ડે એસ. પાઉલોને આપેલા એક નિવેદનમાં પેલેએ કહ્યું, જ્યાં સુધી મને ખ્યાલ છે કે, મારાડોના હંમેશા શાનદાર ખેલાડીઓમાંથી એક રહ્યો છે. તેણે કહ્યું, જો તમે મને પૂછશો કે તે શું મેસીથી સારો હતો. જી હાં, મારાડોના મેસીથી ઘણા મામલામાં શાનદાર છે. ફ્રાંઝ બેકેનબોર, જોહાન સિરફ પણ શાનદાર ખેલાડી છે. 

ઉલ્લેખનીય છે કે, મારાડોના પોતાની આગેવાનીમાં આર્જેન્ટીના ટીમને વર્ષ 1986ના વિશ્વકપમાં ચેમ્પિયન બનાવી ચુક્યા છે. આ સિવાય 1990ના વિશ્વકપમાં આર્જેન્ટીનાની ટીમ રનર્સઅપ રહી હતી. મેસી અત્યાર સુધી પોતાના દેશને વિશ્વકપ જીતાડી શક્યો નથી. મેસીના આલોચકોનું માનવું રહ્યું છે કે, તે મહત્વપૂર્ણ મેચોમાં ખેલપ્રેમિઓની અપેક્ષા પૂરી કરી શક્યો નથી. મહત્વના મુકાબલામાં તે સારૂ પ્રદર્શન કરી શકતો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news