42 વર્ષના MS Dhoni એ બનાવ્યો મોટો રેકોર્ડ, આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો
એમએસ ધોનીએ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચ દરમિયાન વિકેટકીપર તરીકે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે એક એવો રેકોર્ડ બનાવ્યો છે, જે આજ સુધી કોઈ ખેલાડી હાસિલ કરી શક્યો નથી.
Trending Photos
MS Dhoni: ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલા દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે આ મેચ દરમિયાન એક ડિસમિસલ કરતા રેકોર્ડ બનાવી દીધો છે. એમએસ ધોનીએ રવિવારે વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સની ફીલ્ડિંગ દરમિયાન આ સિદ્ધિ મેળવી છે. ધોનીએ પૃથ્વી શો આઉટ થયો તેનો કેચ વિકેટની પાછળ લીધો હતો અને ટી20 ક્રિકેટમાં 300 ડિસમિસલ (કેચ + સ્ટમ્પ) કરનાર પ્રથમ વિકેટકીપર બની ગયો છે. ચેન્નઈ સુપર કિંગ્સના દિગ્ગજે આ સિદ્ધિ હાસિલ કરતા દિનેશ કાર્દિક અને ક્વિન્ટન ડી કોક જેવા દિગ્ગજોને પાછળ છોડ્યા છે.
આ સીઝનમાં શાનદાર લયમાં ધોની
ધોની આ સીઝનમાં ત્રણ ઈનિંગમાં ચાર કેચ લઈ ચૂક્યો છે અને ટી20 ક્રિકેટમાં સર્વાધિક કેચ લેવાના મામલામાં ડી કોકના રેકોર્ડની નજીક પહોંચી રહ્યો છે. ડી કોકના નામે ટી20 ક્રિકેટમાં કુલ 220 કેસ છે. તો ધોનીના નામે 213 કેચ છે. ધોની તેનાથી માત્ર આઠ કેચ પાછળ છે. ધોનીએ આ સીઝનમાં ટાઈટન્સ વિરુદ્ધ શાનદાર કેચ લીધો હતો, જેની ચર્ચા ખુબ થઈ હતી.
ટી20 ક્રિકેટમાં સૌથી વધુ ડિસમિસલ
એમએસ ધોની - 300 શિકાર (212 કેચ)
દિનેશ કાર્તિક – 276 આઉટ (207 કેચ)
કામરાન અકમલ - 274 આઉટ (172 કેચ)
ક્વિન્ટન ડી કોક - 269 શિકાર (220 કેચ)
જોસ બટલર – 208 ડિસમિસલ્સ (167 કેચ)
42 વર્ષીય અનુભવી ધોનીને હજુ આઈપીએલ 2024માં બેટિંગ કરવાની તક મળી નથી. પરંતુ તેની વિકેટકીપિંગ શાનદાર રહી છે. ધોનીની ભૂમિકા આ સીઝનમાં અલગ જોવા મળી રહી છે. તે કેપ્ટન નથી પરંતુ ટીમના કેપ્ટન ગાયકવાડને ખુબ ગાઇડ કરી રહ્યો છે. વિકેટની પાછળ તેની ભૂમિકા ટીમ ચલાવવામાં ખુબ મહત્વની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે