NZ vs BAN: ડેવોન કોનવેએ ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, ન્યૂઝીલેન્ડ માટે બનાવ્યો ખાસ રેકોર્ડ

ન્યૂઝીલેન્ડના બેટર ડેવોન કોનવેએ વર્ષ 2021ની પ્રથમ સદી ફટકારી દીધી છે. પોતાની ચોથી ટેસ્ટ રમી રહેલા કોનવેએ બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે 122 રન બનાવ્યા હતા. 
 

NZ vs BAN: ડેવોન કોનવેએ ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, ન્યૂઝીલેન્ડ માટે બનાવ્યો ખાસ રેકોર્ડ

નવી દિલ્હીઃ નવા વર્ષના પ્રારંભ સાથે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ મેચ શરૂ થઈ ગઈ છે. બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચોની પ્રથમ ટેસ્ટ માઉન્ટ મોન્ગનુઈમાં રમાઈ રહી છે. મેચનો આજે શનિવારે પ્રથમ દિવસ હતો. બાંગ્લાદેશે આ મુકાબલામાં ટોસ્ટ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. યજમાન ન્યૂઝીલેન્ડના બેટર ડેવોન કોનવેએ શાનદાર સદી સાથે વર્ષ 2022ના પ્રથમ દિવસની શરૂઆત કરી છે. તેણે 186 બોલમાં 14 ચોગ્ગા અને એક સિક્સ સાથે સદી પૂરી કરી હતી. કોનવે વર્ષ 2022માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. ડાબા હાથના બેટરની આ ટેસ્ટ ક્રિકેટમાં બીજી સદી છે. કોનવોએ 227 બોલ પર 16 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 122 રન બનાવ્યા હતા. 

ડેબ્યૂ ટેસ્ટમાં ફટકારી હતી સદી
કોનવેએ પાછલા વર્ષે જૂન મહિનામાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્સના મેદાન પર પર્દાપણ કર્યું હતું, જ્યાં તેણે બેવડી સદી ફટકારી હતી અને પછી આગામી બે મેચમાં અડધી સદી બનાવી હતી. તેમાંથી ભારત વિરુદ્ધ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ સામેલ છે. તે ઈજાને કારણે ભારતમાં રમાયેલી ટેસ્ટ સિરીઝથી દૂર રહ્યો હતો.

પ્રથમ 7 ઈનિંગમાં ચાર વખત અડધી સદી કે તેનાથી વધુ રન બનાવનાર પ્રથમ કીવી બેટર
30 વર્ષના કોનવેએ આ પહેલા પોતાની અડધી સદી પૂરી કરી. તેણે ઈનિંગની 35મી ઓવરમાં મેહદી હસનના બોલ પર સિક્સ ફટકારી પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ અડધી સદી સાથે કોનવેએ ટેસ્ટ ક્રિકેટમાં એક રેકોર્ડ બનાવી લીધો છે. કોનવેની આ ચોથી ટેસ્ટ મેચ છે. તે ન્યૂઝીલેન્ડનો પ્રથમ એવો બેટર બની ગયો છે, જેણે પ્રથમ 7 ટેસ્ટ મેચોમાં ચાર વખત ફિફ્ટી કે તેનાથી વધુનો સ્કોર કર્યો છે. કોનવેએ 101 બોલ પર પોતાની અડધી સદી પૂરી કરી હતી. કોનવેએ ન્યૂઝીલેન્ડ માટે અત્યાર સુધી ત્રણ વનડે અને 20 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે. 

ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ
બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર 5 વિકેટે 258 રન બતો. હેનરી નિકોલ્સ 32 રન બનાવી ક્રીઝ પર હતો. ટોમ લાથમ 1 રન બનાવી આઉટ થયો હતો. વિલ યંગે 52 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય રોસ ટેલરે 31 અને ટોમ બ્લંડલે 11 રન બનાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news