Mohammed Shami ના સ્થાને ટીમમાં જોડાયો આ ઘાતક બોલર, બનશે Jasprit Bumrah નો નવો બોલિંગ પાર્ટનર!
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર મોહમ્મદ શમી તેની ખતરનાક બોલિંગ માટે જાણીતો છે. તેણે સાઉથ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને ઘાતક બોલર દીપક ચહર (Deepak Chahar)નો સમાવેશ કરવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સામેની ભારતની ODI ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માને ઈજાના કારણે વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. તેમના સ્થાને કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સાથે જ જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મોહમ્મદ શમીની જગ્યાએ એક ઘાતક બોલરને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. આ બોલર આખી મેચને પોતાના દમ પર પાસું ફેરવવાની ક્ષમતા ધરાવે છે. આ ખેલાડી બુમરાહનો નવો પાર્ટનર બની શકે છે. ચાલો જાણીએ. આ ખેલાડી વિશે...
આ ખેલાડીને સામેલ કરાયો
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર મોહમ્મદ શમી તેની ખતરનાક બોલિંગ માટે જાણીતો છે. તેણે સાઉથ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને ઘાતક બોલર દીપક ચહર (Deepak Chahar)નો સમાવેશ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાની પીચો હંમેશા ઝડપી બોલરોને સપોર્ટ કરે છે. આવી સ્થિતિમાં ચાહર ત્યાં તબાહી મચાવી શકે છે. તેની બોલિંગમાં દરેક પ્રકારના વેરિયન્ટ ઉપલબ્ધ છે, જે કોઈપણ બેટ્સમેનને આઉટ કરી શકે છે. ધીમી બોલ પર વિકેટ લેવાની તેની કળાથી દરેક વ્યક્તિ સારી રીતે વાકેફ છે.
મંદિરોની દાન પેટીઓમાંથી મળ્યા યૂઝ કરાયેલા કોન્ડોમ જ કોન્ડોમ, તંત્ર દોડતું થયું, પછી જે હકીકત સામે આવી...
IPLમાં મચાવ્યું હતું તોફાન
દીપક ચહર IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) તરફથી રમે છે. તેણે IPL (IPL) 2021માં કુલ 15 મેચમાં 14 વિકેટ ઝડપી હતી. જ્યારે પણ ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને વિકેટની જરૂર હતી. ત્યારે ચહરના હાથમાં બોલ આપવામાં આવતો હતો. ચાહરે IPLની 69 મેચમાં 59 વિકેટ લીધી છે. તેની ધારદાર બોલિંગ રમવી એ બેટ્સમેનો માટે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે.
હેટ્રિક લેનાર પહેલો બોલર
દીપક ચાહર તેની શાનદાર બોલિગ માટે જાણીતો છે. ડેથ ઓવરોમાં તે કિલર બોલિંગ કરીને વિકેટ અપાવે છે. ચાહર બેટિંગની સાથે બોલિંગ પણ કરી શકે છે, તેણે 5 વનડેમાં 6 વિકેટ લીધી હતી અને તેણે શ્રીલંકા સામે 87 રનની તોફાની ઇનિંગ પણ રમી હતી. તે T20 ક્રિકેટમાં ભારત તરફથી હેટ્રિક લેનાર પ્રથમ બોલર છે. ચાહરે બાંગ્લાદેશ સામેની મેચમાં 6 વિકેટ લઈને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. દક્ષિણ આફ્રિકા સામે ધમાકેદાર પ્રદર્શન કરીને તે જસપ્રીત બુમરાહનો નવો પાર્ટનર બની શકે છે.
બુમરાહને લાગી લોટરી
દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે કેએલ રાહુલને કેપ્ટન અને જસપ્રિત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઘણા દિગ્ગજ ખેલાડીઓ ટીમમાં પરત ફર્યા છે. રવિચંદ્રન અશ્વિન, શિખર ધવન અને વોશિંગ્ટન સુંદરની વાપસી થઈ છે. આ ખેલાડીઓના કારણે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં કમાલ કરી શકે છે.
વનડે સીરિઝ માટે ભારતીય ટીમઃ
કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, વેંકટેશ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, ફેમસ ક્રિષ્ના, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે