રબાડાએ કહ્યું હતું સુપર ઓવરમાં તમામ બોલ યોર્કર કરીશઃ શ્રેયસ અય્યર
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયર અય્યરે કહ્યું કે, તેના ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ સુપર ઓવરમાં 10 રનનો બચાવ કરવા માટે માત્ર યોર્કર બોલિંગ કરવાનું વચન આપ્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયર અય્યરે કહ્યું કે, તેના ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ સુપર ઓવરમાં 10 રનનો બચાવ કરવા માટે માત્ર યોર્કર બોલ કરવાનું વચન આપ્યું જેથી ટીમ કોલકત્તા નાઇટરાઇડર્સ વિરુદ્ધ જીત નોંધાવવામાં સફળ રહી હતી. રબાડાની શાનદાર બોલિંગથી શનિવારે અહીં દિલ્હી કેપિટલ્સે આઈપીએલના ઈતિહાસમાં સુપર ઓવરમાં પોતાના સૌથી ઓછા સ્કોરને સફળતાપૂર્વક બચાવ કરતા ત્રણ રનથી જીત મેળવી હતી.
આ પહેલા જીત માટે 186 રનના વિશાળ લક્ષ્યની નજીક પહોંચીને દિલ્હી કુલદીપ યાદવની અંતિમ ઓવરમાં છ રન બનાવવામાં અસફળ રહી હતી. બંન્ને ટીમોનો સ્કોર બરાબરી પર રહ્યો અને મેચ સુપર ઓવર સુધી પહોંચ્યો હતો. આફ્રિકાના ખેલાડી રબાડાની પ્રશંસા કરતા અય્યરે કહ્યું, સુપર ઓવર પહેલા રબાડા અને મારા વચ્ચે વાતચીત થઈ અને તેણે મને કહ્યું હતું કે, તે દરેક બોલ યોર્કર ફેંકશે. આવું કરવા માટે તમારી પાસે વિશેષ કૌશલ્યની જરૂર હોય છે.
અય્યરે સ્વીકાર કર્યો કે, અંતિમ ઓવરમાં દિલ્હીને માત્ર
છ રનની જરૂર હતી અને તેવામાં આશા ન હતી કે મેચ સુપર ઓવરમાં જશે. તેણે કહ્યું, નિશ્ચિત રૂપથી આ અમારા માટે લાંબો દિવસ હતો. અમને આશા ન હતી કે મેચ આટલા સમય સુધી ચાલશે. મને લાગ્યું હતું કે એક ઓવર બાકી રહેલા અમે લક્ષ્ય હાસિલ કરી લેશું. દિલ્હીના કેપ્ટને કહ્યું, તે ઓવર (છેલ્લી ઓવર) માટે કુલદીપ યાદવને શ્રેય આપવો જોઈએ.
કાર્તિકે આ કહ્યું
કેકેઆરના કેપ્ટન દિનેશ કાર્તિકે કહ્યું કે, બંન્ને ટીમોએ એક બીજાને મોટી ટક્કર આપી હતી. તેણે કહ્યું, મને લાગે છે કે, આ શાનદાર મેચ હતો, બંન્ને ટીમોએ સંઘર્ષ કર્યો. મેચ સુપર ઓવરમાં ગયો અને તેની ટીમનો વિજય થયો. કાર્તિકે કહ્યું, મને લાગે છે કે, પ્રસિદ્ધ કૃષ્ણા (સુપર ઓવરમાં બોલિંગ કરનાર) અંતિમ ઓવરોમાં અમારા માટે બોલિંગ કરી રહ્યો હતો. તેથી તેને સુપર ઓવર માટે પસંદ કર્યો અને તેણે કમાલની બોલિંગ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે