ડેવિસ કપઃ સર્બિયા સામે પ્રથમ બે મેચ હાર્યું ભારત, પ્લેઓફ રાઉન્ડમાંથી બહાર થવાનો ખતરો

ભારતના રામકુમાર રામનાથન અને પ્રજનેશ ગુણેશ્વરણને સિંગલ્સ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેવામાં ડબલ્સનો મેચ નિર્ણાયક થઈ ગયો છે. 

 ડેવિસ કપઃ સર્બિયા સામે પ્રથમ બે મેચ હાર્યું ભારત, પ્લેઓફ રાઉન્ડમાંથી બહાર થવાનો ખતરો

ક્રાલજેવો (સર્બિયા): રામકુમાર રામનાથન અને પ્રજનેશ ગુણેશ્વરન શરૂઆતી સિંગલ્સ મેચોમાં હાર બાદ ભારત પર ડેવિસ કપના વર્લ્ડ ગ્રુપ પ્લેઓફ રાઉન્ડમાંથી બહાર થવાનો ખતરો ઉભો થયો છે. સર્બિયાએ શરૂઆતી બંન્ને મેચ જીતીને 2-0ની લીડ મેળવી લીધી છે. હવે તેને પ્લેઓફ રાઉન્ડ જીતવા માટે માત્ર એક જીતની જરૂર છે. 

પ્રથમ ટેસ જીતીને પણ હાર્યો રામનાથન
ભારત અને સર્બિયા વચ્ચે શુક્રવારે પ્રથમ સિંગલ્સ મેચ રામકુમાર રામનાથન અને લાસલો દાજરે વચ્ચે રમાઈ. રામનાથને દાજરેને પડકાર આપ્યો પરંતુ અંતે તેણે 3 કલાક 11 મિનિટ સુધી ચાલેલા આ મેચમાં 6-3, 4-6, 6-7(2), 2-6થી હારનો સામનો કરવો પડ્યો હતો. દાજરેએ આ પહેલા ડેવિસ કપમાં બે મેચ રમી હતી અને આ બંન્ને મેચમાં તેનો પરાજય થયો હતો. 

સીધા સેટમાં હાર્યો પ્રજનેશ
પ્રથમ સિંગલ્સ મેચ ગુમાવી ચુકેલા ભારતની આશા પ્રજનેશ પર હતી. પ્રજનેશને યુકી બાંભરીની ગેરહાજરીમાં ટીમમાં સ્થાન મળ્યું છે. પ્રજનેશ આ તકનો ફાયદો ન ઉઠાવી શક્યો અને દુસાન લાજોવિચ સામે સીધા સેટોમાં હારી ગયો હતો. વિશ્વમાં 56માં નંબરના સર્બિયન ખેલાડીએ ભારતીય ખેલાડીને 6-4, 6-3, 6-4 હરાવ્યો હતો. આ મેચ એક કલાક 57 મિનિટ સુધી ચાલી હતી. પ્રજનેસને નવ વખત બ્રેક પોઇન્ટ હાસિલ કરવાની તક મળી પરંતુ તે બે વખત સફળ રહ્યો હતો. 

હવે બોપન્ના-શ્રીરામ બાલાજી પાસે આશા
ભારતના મુકાબલામાં બનાવી રાખવાની જવાબદારી હવે રોહન બોપન્ના અને એન શ્રીરામ બાલાજીની ડબલ્સ જોડી પર છે. ભારતીય જોડીનો મુકાબલો નિકોલા મિલોજેવિચ અને દાનિલો પેત્રોપિચ સામે થશે. જો ભારતીય જોડી જીતી જાય છે તો પ્લેઓફ મેચનો નિર્ણય રવિવારે રિવર્સ સિંગલ્સ મેચથી થશે. જો ભારતીય જોડી હારી જાય તો સર્બિયા વર્લ્ડ ગ્રુપમાં પ્રવેશ કરી લેશે. 

ફ્રાન્સ અને ક્રોએશિયાએ 2-0ની લીડ મેળવી
ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સે સ્પેન વિરુદ્ધ અને ક્રોએશિયાએ અમેરિકા વિરુદ્ધ ડેવિસ કપ સેમીફાઇનલમાં 2-0ની લીડ મેળવી લીધી છે. આ બંન્ને દેશોને ફાઇનલમાં પહોંચવા માટે માત્ર એક જીતની જરૂર છે. ફ્રાન્સના કેપ્ટન યાનિક નોહે કહ્યું કે આક્રમક રમતને કારણે તેના ખેલાડીઓને પોતાની ટીમને આ મહત્વની લીડ અપાવી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news