ડેવિડ વોર્નરે ફટકારી શાનદાર સદી, આ મામલામાં બન્યો વિશ્વનો પ્રથમ ખેલાડી

ડેવિડ વોર્નર 6 અલગ-અલગ દેશો વિરુદ્ધ 150થી વધુ રનની વ્યક્તિગત ઈનિંગ રમનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

ડેવિડ વોર્નરે ફટકારી શાનદાર સદી, આ મામલામાં બન્યો વિશ્વનો પ્રથમ ખેલાડી

નોટિંઘમઃ બાંગ્લાદેશ વિરુદ્ધ વિશ્વ કપ મેચમાં ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે શાનદાર સદી ફટકારી હતી. ડેવિડ વોર્નર 166 રન બનાવી આઉટ થયો હતો. વનડે ક્રિકેટના ઈતિહાસમાં ડેવિડ વોર્નરે છઠ્ઠી વખત 150થી વધુ રનની ઈનિંગ રમી હતી. આ મેચમાં જ્યારે ડેવિડ વોર્નરે બાંગ્લાદેશ વિરુદ્ધ 151મો રન બનાવવાની સાથે ઈતિહાસ રચી દીધો હતો. 

હકીકતમાં, ડેવિડ વોર્નર 6 અલગ-અલગ દેશો વિરુદ્ધ 150થી વધુ રનની વ્યક્તિગત ઈનિંગ રમનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. પરંતુ વનડે ક્રિકેટમાં સાત વખત 150થી વધુનો સ્કોર બનાવવાના મામલામાં ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા પ્રથમ સ્થાન પર છે. 150થી વધુ રન બનાવવાના મામલે ડેવિડ વોર્નરે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. સચિને 5 વખત વનડે ક્રિકેટમાં 150થી વધુ રન બનાવ્યા હતા. 

ડેવિડ વોર્નરનો 150 પ્લસ સ્કોર

પાકિસ્તાન વિરુદ્ધ 179

અફઘાનિસ્તાન વિરુદ્ધ 178

સાઉથ આફ્રિકા વિરુદ્ધ 173

બાંગ્લાદેશ વિરુદ્ધ 166 રન આજે

શ્રીલંકા વિરુદ્ધ 163 રન

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 156 રન

વનડે ક્રિકેટમાં 150+ રનનો વ્યક્તિગત સ્કોર

7 વખત- રોહિત શર્મા

6 વખત - ડેવિડ વોર્નર

5 વખત- સચિન તેંડુલકર

5 વખત- ક્રિસ ગેલ

4 વખત- હાશિમ અમલા

4 વખત- સનથ જયસૂર્યા

4 વખત - વિરાટ કોહલી 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news