IPL: ડેવિડ વોર્નરે કરી સનરાઇઝર્સ હૈદરાબાદથી અલગ થવાની જાહેરાત, તસવીરો શેર કરી આપી જાણકારી

આઈપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદ અને ડેવિડ વોર્નર વચ્ચે આ સીઝનમાં બધુ બરાબર રહ્યું નથી. હવે હૈદરાબાદની ટીમ લીગ રાઉન્ડમાં બહાર થયા બાદ વોર્નરે ટીમથી અલગ થવાની જાહેરાત કરી છે. 
 

IPL: ડેવિડ વોર્નરે કરી સનરાઇઝર્સ હૈદરાબાદથી અલગ થવાની જાહેરાત, તસવીરો શેર કરી આપી જાણકારી

નવી દિલ્હીઃ આઈપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદના પૂર્વ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે આજે ટીમથી અલગ થવાની જાહેરાત કરી દીધી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી આ વાતની જાણકારી આપી છે. વોર્નર આ સીઝનની શરૂઆતમાં ટીમનો કેપ્ટન હતો, પરંતુ ત્યારબાદ ખરાબ ફોર્મને કારણે તેની પાસેથી કેપ્ટનશિપ છીનવી લેવામાં આવી હતી. તેના સ્થાને કેન વિલિયમસનને ટીમની કમાન સોંપવામાં આવી હતી. ત્યારબાદ આઈપીએલ 2021ના યૂએઈ ફેઝમાં કેટલીક મેચ બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. 

પરંતુ વોર્નરે ટીમથી અલગ થવાના સંકેત પહેલા આપી દીધા હતા. તેણે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ મેચની શરૂઆત થવા પર પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હૈદરાબાદ ટીમને અલવિદા કહેવાના સંકેત આપ્યા હતા. તેણે લખ્યું હતું- જેટલી પણ યાદો બની તે બધા માટે આભાર. બધા ફેન્સનો દિલથી આભાર જે હંમેશા ટીમને સારૂ કરવા અને 100 ટકા આપવા પ્રેરિત કરે છે. તમે જેટલો ટીમને સપોર્ટ કર્યો તે માટે તમારો જેટલો આભાર માનુ તે ઓછો છે. આ એક શાનદાર સફર રહી. હું અને મારો પરિવાર તેને મિસ કરીશું. છેલ્લીવાર ફરીથી છેલ્લો પ્રયાસ કરીએ છીએ. 

વોર્નરની આગેવાનીમાં ટીમ 2016માં જીતી ચુકી છે ટ્રોફી
ડેવિડ વોર્નર વર્ષ 2016માં ટીમને આઈપીએલ ટ્રોફી અપાવી ચુક્યો છે. ત્યારે હૈદરાબાદે ફાઇનલમાં વિરાટ કોહલીની ટીમ આરસીબીને પરાજય આપ્યો હતો. વોર્નરે આઈપીએલમાં સતત છ સીઝન સુધી 500થી વધુ રન બનાવ્યા છે. તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન છે. તેણે 2014થી લઈને વર્ષ 2020 સુધી પોતાની ટીમ માટે દરેક સીઝનમાં 500થી વધુ રન બનાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news