'જય શ્રીરામ' બોલીને દાનિશ કનેરિયાનો નવો વીડિઓ આવ્યો સામે, જુઓ
પાકિસ્તાનમાં હિન્દુ ક્રિકેટરોની પજવણીની વાત સામે આવ્યા બાદ પૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયાએ પોતાનો વધુ એક વીડિઓ શેર કર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં હિન્દુ ક્રિકેટરોની પજવણીની વાત સામે આવ્યા બાદ પૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયાએ (danish kaneria) પોતાનો વધુ એક વીડિઓ શેર કર્યો છે. કનેરિયા આ વીડિઓમાં આરોપ લગાવી રહ્યો છે કે પાકિસ્તાને તે ક્રિકેટરોનું સ્વાગત કર્યું, જેણે દેશ પણ વેંચ્યો હતો.
યૂટ્યૂબ પર પોસ્ટ આ વીડિઓની શરૂઆતમાં કનેરિયા કહે છે, 'નમસ્કાર, સલામ, જય શ્રીરામ. તમે જે પ્રેમ અને સમર્થન થોડા દિવસોમાં આપ્યું, હું તેને વ્યક્ત કરી શકુ તેમ નથી.'
સસ્તી લોકપ્રિયતા માટે નથી વીડિઓ
તેણે કહ્યું, 'જે લોકો તે કહી રહ્યાં છે કે હું સસ્તી લોકપ્રિયતા, યૂટ્યૂબ વીડિઓ માટે આ વાત કરી રહ્યો છું તો તેને યાદ અપાવીશ કે મેં નહીં પરંતુ શોએબ અખ્તરે કરી હતી. મેં જે રીતે આ તમામ વસ્તુને સહન કરી, ક્યારેય પણ ગમે તે સ્તરે ક્રિકેટ રમતા તેને ક્રિકેટથી આગળ ન આવવા દીધી. હંમેશા ક્રિકેટ પર ધ્યાન રાખ્યું હતું. '
હાથ-પગ કાપી દીધા
કનેરિયાએ કહ્યું, 'કેટલાક લોકો કહી રહ્યાં છે કે મેં મારી યૂટ્યૂબ ચેનલ બનાવી, તમે લોકો શું ઈચ્છી રહ્યાં છો. તમે તો મારા હાથ-પગ કાપી દીધા, ક્રિકેટતો દૂરની વાત, મને ચેનલ પર કામ આપવાનું બંધ કરી દીધું. જે ચેનલ પર મેં કામ કર્યું, તે માટે પૈસા હજુ સુધી મળ્યા નથી.'
દેશને નથી વેંચ્યો
કનેરિયા આગળ કહે છે, 'ફિક્સિંગને લઈને મારા વિશે વાત કરે છે પરંતુ પહેલા જાણી લે કે મારી પર બીજા સાથે ક્રિકેટરોને ઉશકેરવાના આરોપ લાગ્યા હતા. મેં દેશતો નથી વેંચ્યો. અહીં તો એવા લોકો છે જેણે દેશને વેંચ્યો, જેલ ગયા અને પછી આવીને ક્રિકેટ ટીમમાં રમવા લાગ્યા. તેનું સન્માન કરવામાં આવ્યું. મેં તો કોઈ પૈસા ખાધા નથી, મારી ભૂલ પણ સ્વીકારી હતી.'
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે