CWG 2022: મિક્સ ટેબલ ટેનિસમાં ભારતને મળ્યો ગોલ્ડ, આ ત્રણ ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ

CWG 2022: ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં પાંચમો ગોલ્ડ મેડલ મળ્યો છે. ટેબલ ટેનિસ ટીમે ઈતિહાસ રચતા કોમનવેલ્થ ગેમ્સમાં 2018 બાદ ફરી ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. 

CWG 2022: મિક્સ ટેબલ ટેનિસમાં ભારતને મળ્યો ગોલ્ડ, આ ત્રણ ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ

બર્મિંઘમઃ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખાતામાં પાંચમો ગોલ્ડ મેડલ આવી ગયો છે. મેન્સ ડબલ્સ ટેબલ ટેનિસ ટીમે ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. જી. સાથિયાન, હરમીત દેસાઈ અને સરથ કમલ અચંતે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારતે ટેબલ ટેનિસની ફાઇનલમાં સિંગાપુરને 3-1થી હરાવી ગોલ્ડ કબજે કર્યો છે. 

ડબલ્સમાં જી. સાથિયાન અને હરમીત દેસાઈએ અપાવી જીત
મેન્સ ટીમ ટેબલ ટેનિસની ફાઇનલ મેચમાં ભારતે જીત સાથે શરૂઆત કરી હતી. ભારતના હરમીત દેસાઈ અને જી. સાથિયાને પ્રથમ ગેમ 13-11, બીજી ગેમ 11-7 અને ત્રીજી ગેમ 11-5થી જીતીને ભારતને 1-0ની લીડ અપાવી હતી. 

સરથ કમલ બીજી ગેમમાં હાર્યો
ત્યારબાદ સિંગલના મુકાબલામાં ભારતનો શરથ કમલ ઉતર્યો હતો. પરંતુ શરથ કમલે 7-11, 14-12, 3-11 અને 9-11થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે સિંગાપુરે 1-1ની બરોબરી કરી લીધી હતી.  

જી. સાથિયાને કરાવી ભારતની વાપસી
સિંગલ્સની બીજી ગેમમાં ભારત માટે જી. સાથિયાન ઉતર્યો હતો. તેમે આ મેચમાં શાનદાર જીત મેળવી ભારતની વાપસી કરાવી હતી. સાથિયાને પ્રથમ ગેમ 12-10, બીજી ગેમ 7-11, ત્રીજી ગેમ 11-7 અને ચોથી ગેમમાં 11-4થી જીત મેળવી ભારતને 2-1ની લીડ અપાવી હતી. 

હરમીત દેસાઈએ પાક્કો કર્યો ગોલ્ડ મેડલ
ત્યારબાદ સુરતના ખેલાડી અને ભારતીય ટેબલ ટેનિસ ટીમના સ્ટાર ખેલાડી હરમીત દેસાઈએ ચોથી મેચમાં 11-8, 11-5, 11-6થી જીત મેળવી હતી. 

ભારતના ખાતામાં કુલ 11 મેડલ
કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી ભારતે કુલ 11 મેડલ જીત્યા છે. જેમાં પાંચ ગોલ્ડ મેડલ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ ભારતના ખાતામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news