CWG 2022: ભારતે રચ્યો ઈતિહાસ, લોન બોલની મહિલા ટીમ ઈવેન્ટમાં જીત્યો ગોલ્ડ મેડલ
Commonwealth Games 2022: બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખાતામાં ચોથો ગોલ્ડ મેડલ આવ્યો છે. ભારતે લોન બોલની મહિલા ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ કબજે કરી ઈતિહાસ રચી દીધો છે.
Trending Photos
બર્મિંઘમઃ ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે ઈતિહાસ રચી દીધો છે. ભારતની મહિલા ટીમે લોન બોલ ઈવેન્ટમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. ભારતે પ્રથમવાર આ ઈવેન્ટમાં કોઈ મેડલ મેળવ્યો છે. લોન બોલ્સમાં વુમેન્સ ફોર સેક્શન ટીમ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. લવલી ચૌબે, પિંકી, નયાનમોની સાઇકિયા અને રૂપા રાણીની ટીમે કમાલ કરી દીધો છે. ભારતે ફાઈનલમાં આફ્રિકાને પોઈન્ટના 17-10 અંતરથી પરાજય આપ્યો છે.
સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું
ભારતીય મહિલા ટીમે આ ઈવેન્ટના સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 16-13થી પરાજય આપ્યો હતો. ભારત તરફથી ઈતિહાસ રચનાર ખેલાડીઓમાં લવલી ચૌબે, પિંકી, નયાનમોની સાઇકિયા અને રૂપા રાણી સામેલ છે.
ભારતના ખાતામાં 10મો મેડલ
ભારતે બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી ચાર ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ કબજે કર્યા છે. એટલે કે ભારતના ખાતામાં કુલ 10 મેડલ છે.
કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતના પદકવીર
1. સંકેત મહાદેવ- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
2. ગુરુરાજા- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 61 કિલોગ્રામ)
3. મીરાબાઈ ચાનુ- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 49 કિલોગ્રામ)
4. બિંદિયારાની દેવી- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
5. જેરેમી લાલરિનુંગા- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 67 કિલોગ્રામ)
6. અચંતિા શેઉલી- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 73 કિલોગ્રામ)
7. સુશીલા દેવી- સિલ્વર મેડલ (જૂડો 48 કિલોગ્રામ)
8. વિજયકુમાર યાદવ- બ્રોન્ઝ મેડલ (જૂડો 60 કિલોગ્રામ)
9. હરજિંદર કૌર- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 71 કિલોગ્રામ)
10. લોન બોલ્સ મહિલા ઈવેન્ટઃ ગોલ્ડ મેડલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે