World Cup 2019: ઈંગ્લેન્ડમાં કમાલ કરી શકે છે આ 5 સ્પિનર

જ્યારથી વનડેમાં બે નવા બોલનો રિવાજ શરૂ થયો છે ત્યારથી સ્પિનરોનું મહત્વ બેટ્સમેનોને રોકવા અને મધ્યમ ઓવરોમાં વિકેટ લેવા પ્રમાણે ખુબ વધી ગયું છે. 
 

World Cup 2019: ઈંગ્લેન્ડમાં કમાલ કરી શકે છે આ 5 સ્પિનર

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપ (ICC World Cup 2019)માં સૂકી પિચો અને ગર્મીભર્યું વાતાવરણ રહેશે જેને જોતા ક્રિકેટ પંડિતોનું કહેવું છે કે આ વિશ્વકપમાં સ્પિનર મહત્વની ભૂમિકા ભજવશે. જ્યારથી વનડેમાં બે નવા બોલનો રિવાજ શરૂ થયો છે ત્યારથી સ્પિનરોનું મહત્વ બેટ્સમેનોને રોકવા અને મધ્યની ઓવરોમાં વિકેટ ઝડપવા પ્રમાણે વધી ગયું છે. આવનારા વિશ્વકપમાં ક્યા-ક્યા સ્પિનર છે જે બીજી ટીમો માટે ખતરનાક સાબિત થઈ શકે છે... આવો એક નજર કરીએ તેના પર.. 

કુલદીપ યાદવ (ભારત)
વિશ્વકપ જીતવા પ્રમાણે આ ચાઇનામેન બોલર ભારત માટે મહત્વનો છે. ભારતે છેલ્લા જ્યારે 2018માં ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો ત્યારે કુલદીપે ઇંગ્લિશ બેટ્સમેનોને પરેશાન કર્યાં હતા અને ત્રણ મેચની સિરીઝમાં નવ વિકેટ ઝડપી હતી. આ સિરીઝ ભારતે 2-1થી ગુમાવી હતી. 

કુલદીપે અત્યાર સુધી કુલ 44 વનડે રમી છે જેમાં 85 વિકેટ ઝડપી છે. પરંતુ હાલના સમયમાં તે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. આઈપીએલમાં તે નવ મેચોમાં માત્ર ચાર વિકેટ ઝડપી શક્યો હતો. કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમતા તે મોંઘો સાબિત થયો હતો. ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આમ છતાં પણ તે વિરાટના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાનો મુખ્ય સભ્ય છે. 

રાશિદ ખાન (અફગાનિસ્તાન)
આ લેગ સ્પિનરે છેલ્લા કેટલાક મહિનામાં પોતાની રમતમાં ગજબનો સુધારો કર્યો છે. રાશિદ ખાન આ સમયે વનડે રેન્કિંગમાં નંબર-3 પર છે. તે બે વર્ષથી સતત શાનદાર ફોર્મમાં છે અને અફગાનિસ્તાન દ્વારા વિશ્વ ક્રિકેટમાં હાસિલ કરેલી સફલતા પાછળ તેનો મુખ્ય હાથ છે. 

તેની રન રોકવાની સાથે વિકેટ લેવાની ક્ષમતા રાશિદને ખતરનાક બનાવે છે. વિશ્વકપમાં તે ચોક્કસપણે ઘણા બેટ્સમેનોને પોતાની બોલિંગની મજા ચખાવશે. આઈપીએલમાં પણ રાશિદે શાનદાર પ્રદર્શન કરતા 15 મેચોમાં 17 વિકેટ પોતાના નામે કરી હતી. 

નાથન લાયન (ઓસ્ટ્રેલિયા)
લાયન ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમનો મહત્વનો સભ્ય છે. તેણે પોતાની ક્ષમતાથી ઓસ્ટ્રેલિયાને ઘણા ટેસ્ટમાં વિજય અપાવ્યો છે. પરંતુ તે સીમિત ઓવરોમાં વધુ રમ્યો નથી. તેના ખાતામાં માત્ર 25 વનડે મેચ છે. ટેસ્ટનો અનુભવ વનડેમાં ઓસ્ટ્રેલિયા માટે ઘણો કામ આવી શકે છે. 

લાયનનો આ પ્રથમ વિશ્વ કપ હશે પરંતુ આ ઓફ સ્પિનર ઓસ્ટ્રેલિયન આક્રમણનો મહત્વનો ભાગ હશે. તેની બોલને ટર્ન અને બાઉન્સ કરાવવાની ક્ષમતા બેટ્સમેનો માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. 

ઇમરાન તાહિર (દક્ષિણ આફ્રિકા)
પોતાનો અંતિમ વિશ્વ કપ રમી રહેલો ઇમરાન તાહિર સારૂ પ્રદર્શન કરતા તથા આફ્રિકાને પોતાનો પ્રથમ વિશ્વ કપ અપાવવા માટે બેતાબ હશે. લેગ સ્પિનર હંમેશા ફાફ ડુ પ્લેસિસની પ્રથમ પસંદ રહ્યો છે. જ્યારે પણ ફાફને વિકેટની જરૂર હોય છે તે તાહિરને બોલાવે છે. 40 વર્ષના આ ખેલાડીએ કુલ 98 વનડે મેચોમાં 162 વિકેટ પોતાના નામે કરી છે. વનડેમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 45 રન આપીને સાત વિકેટ રહ્યું છે. 

તાહિર આ સમયે શાનદાર ફોર્મમાં પણ છે. તેણે  હાલમાં સમાપ્ત થયેલી ઈન્ડિયન પ્રીમિય રીલમગાં સૌથી વધુ વિકેટ ઝડપી અને પર્પલ કેપ પોતાના નામે કરી હતી. 

શાકિબ અલ હસન (બાંગ્લાદેશ)
32 વર્ષનો શાકિબ બાંગ્લાદેશના સ્પિન આક્રમણની કમાન સંભાળશે. બેટિંગ સિવાય કેપ્ટન મુશરફે મોર્તજા ઈચ્છશે કે સૌથી અનુભવી ખેલાડી મહત્વના સમયે વિકેટ મેળવી આપે. શાકિબે અત્યાર સુધી 198 વનડે મેચોમાં 249 વિકેટ પોતાના નામે કરી છે. શાકિબે બાંગ્લાદેશની સફળતામાં મોટો ફાળો આપ્યો છે. 

શાકિબ ઇજાનો સામનો કરી રહ્યો છે અને આ બાંગ્લાદેશ માટે ચિંતાની વાત થઈ શકે છે. આ શાકિબનો લગભગ છેલ્લો વિશ્વકપ હોઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news