IPL 2019: ચેન્નઈ સુપર કિંગ્સે ઘરઆંગણે કિંગ્સ ઈલેવન પંજાબને 22 રને હરાવ્યું

હોમગ્રાઉન્ડમાં પોતાનો દબદબો જાળવી રાખતા ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલના 17માં મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબને 22 રને હાર આપીને ચોથો વિજય મેળવ્યો છે. 

 IPL 2019: ચેન્નઈ સુપર કિંગ્સે ઘરઆંગણે કિંગ્સ ઈલેવન પંજાબને 22 રને હરાવ્યું

ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-12ના 18માં મેચમાં હોમગ્રાઉન્ડ પર ચેન્નઈ સુપર કિંગ્સ કિંગ્સ ઈલેવન પંજાબને 22 રને પરાજય આપીને પોતાનો ચોથો વિજય મેળવ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 138 રન બનાવી શકી હતી. પંજાબ તરફથી કેએલ રાહુલ (55) અને સરફરાઝ ખાન (67) અડધી સદી ફટકારી હતી પરંતુ બંન્ને ટીમને જીત અપાવવામાં અસફળ રહ્યાં હતા. ક્રિસ ગેલ (5) અને મયંક અગ્રવાલ (0) રન બનાવી આઉટ થઈ ગયા હતા. 

161 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. તેનો ઓપનર ક્રિસ ગેલે 5 રન બનાવીને અને ત્રીજા નંબર પર આવેલ મયંક અગ્રવાલ શૂન્ય પર આઉટ થયો હતો. આ બંન્નેને ચેન્નઈની ટીમને પંજાબી સ્પિનર હરભજન સિંહે આઉટ કર્યાં હતા. 

ત્યારબાદ કેએલ રાહુલ (55 રન, 47 બોલ) અને સરફરાઝ ખાન (67 રન, 59 બોલ)એ ટીમને સંભાળી હતી. આ બંન્નેએ 110 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 117 સુધી પહોંચાડ્યો હતો. આ સ્કોર પર રાહુલ આઉટ થયો હતો. ત્યારબાદ પંજાબની ટીમ અંતિમ ઓવરમાં આક્રમક બેટિંગ ન કરી શકી અને 22 રન દૂર રહી ગઈ હતી. 

ચેન્નઈ તરફથી હરભજન સિંહે 4 ઓવરમાં 17 રન આપીને બે, સ્કોર કુલ્ગિજને 37 રન આપીને બે તથા દીપક ચહરે એક વિકેટ ઝડપી હતી. 

ચેન્નઈ સુપર કિંગ્સની ઈનિંગ
ચેન્નઈ સુપર કિંગ્સે કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ 20 ઓવરોમાં 3 વિકેટના નુકસાન પર 160 રનનો સ્કોર બનાવ્યો હતો. ચેન્નઈને ધીમી પરંતુ સારી શરૂઆત મળી હતી અને આશા હતી કે અંતમાં તે એક મજબૂત સ્કોર સુધી પહોંચશે પરંતુ અશ્વિને ત્રણ વિકેટ ઝડપીને તેની લય ખરાબ કરી અને ચેન્નઈ મોટો સ્કોર નોંધાવવામાં અસફળ રહી હતી. 

ચેન્નઈ માટે ફાફ ડુ પ્લેસિસે સૌથી વધુ 54 રન બનાવ્યા જેના માટે તેણે 38 બોલનો સામનો કર્યો અને બો ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. શેન વોટસને 24 બોલ પર ત્રણ ચોગ્ગા અને એક સિક્સની મદદથી 26 રન બનાવ્યા હતા. અંતમાં ધોનીના અણનમ 37 અને રાયડૂએ અણનમ 21 રન બનાવ્યા હતા. પંજાબ માટે અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. 

ચેન્નઈ સુપર કિંગ્સની નવી ઓપનિંગ જોડી શેન વોટસન અને ફાફ ડુ પ્લેસિસે સારી શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી હતી. આઠમી ઓવરમાં અશ્વિને શેન વોટસનને સૈમ કરનના હાથે કેચ આઉટ કરાવીને ચેન્નઈને પ્રથમ ઝટકો આપ્યો હતો. ત્યારબાદ અશ્વિને ફાફ ડુ પ્લેસિસ અને સુરેશ રૈનાને પણ પેવેલિયન પરત મોકલી દીધા હતા. 

અશ્વિને પ્લેસિસ (54) અને શેન વોટસન (26) વચ્ચે પ્રથમ વિકેટ માટે 56 રનોની ભાગીદારીને તોડી હતી. વોટસન અશ્વિનનો પ્રથમ શિકાર બન્યો હતો. આ સિઝનમાં પોતાનો પ્રથમ આઈપીએલ મેચ રમી રહેલ ડુ પ્લેસિસ બીજા છેડેથી રન બનાવી રહ્યો હતો. અડધી સદી પૂરી કર્યા બાદ ફાફ અશ્વિનનો બીજો શિકાર બન્યો હતો. ત્યારબાદ હરભજને સુરેશ રૈના (17)ને પણ આઉટ કર્યો હતો. 

ચેન્નઈ મોટા સ્કોર સુધી પહોંચે તે મુશ્કેલ લાગી રહ્યું હતું પરંતુ મહેન્દ્ર સિંહ ધોની અને રાયડૂએ ચોથી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. ધોનીએ 23 બોલ પર ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 37 રન બનાવ્યા હતા. તો રાયડૂએ 15 બોલ પર એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 21 રન ફટકાર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news