PL 2022 Mega Auction માં આ ખેલાડી પર સૌથી મોટો દાવ લગાવશે CSKની ટીમ! આ પ્લેયરની થશે ઘર વાપસી
પહેલા નંબર પર કરિશ્માઈ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ને 12 કરોડ રૂપિયામાં, સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ને 16 કરોડ રૂપિયામાં, વિસ્ફોટક બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ને 6 કરોડ રૂપિયામાં અને ઈંગ્લેન્ડના વિસ્ફોટક ઓલરાઉન્ડર મોઈન અલીને 8 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: આઈપીએલ રિટેંશન (IPL Retention) પુરું થઈ ચૂક્યું છે. તમામ ટીમોએ પોતાના દ્વારા રિટેન કરવામાં આવેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરી દીધું છે. હવે ક્રિકેટ ફ્રેન્સની નજર આગામી વર્ષે યોજાનાર આઈપીએલ મેગા ઓક્શન (IPL Mega Auction) પર છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આઈપીએલની સૌથી સફળ ટીમોમાંથી એક છે. ચેન્નાઈની ટીમે ચાર જ ખેલાડીઓને રિટેન કર્યા છે. એવામાં સીએસકેની ટીમ મેગા ઓક્શનમાં પોતાના એક જૂના ખેલાડી પર દાવ લગાવી શકે છે. આ ખેલાડી પોતાના દમ પર આખી મેચનું પાસું પલટાવવા માટે સક્ષમ છે.
CSK એ કર્યા ચાર ખેલાડીઓને રિટેન
આઈપીએલ રિટેંશનમાં સીએસકેની ટીમે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે. પહેલા નંબર પર કરિશ્માઈ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ને 12 કરોડ રૂપિયામાં, સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ને 16 કરોડ રૂપિયામાં, વિસ્ફોટક બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ને 6 કરોડ રૂપિયામાં અને ઈંગ્લેન્ડના વિસ્ફોટક ઓલરાઉન્ડર મોઈન અલીને 8 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. એવામાં ચેન્નાઈની પાસે કોઈ પણ ખતરનાક સ્પિનર નથી. આઈપીએલ મેગા ઓક્શનમાં ચેન્નાઈની ટીમ એક એવા ખેલાડીને પોતાની ટીમમાં લેશે, જે તેમની આ કમીને પુરી કરી શકે.
શાનદાર ફોર્મમાં છે આ ખેલાડી
ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) હાલ શાનદાર ફોર્મમાં છે. તેના કેરમ બોલને રમવો કોઈ પણ બેટ્સમેન માટે સામાન્ય વાત નથી. તે જ્યારે પોતાની લયમાં હોય ત્યારે કોઈ પણ ધાંસુ બેટિંગ લાઈનઅપને તોડી શકે છે. આઈપીએલ 2022 ભારતમાં જ રમાવાની છે. ઈન્ડિયન પીચ હંમેશાં સ્પિનરોને મદદ કરતી હોય છે અને આ પીચો પર અશ્વિનથી ખતરનાક બોલર કદાચ જ કોઈ બીજો હોય. તેના બોલને ટર્ન કરાવવાની કલાને સો કોઈ જાણે છે. આઈપીએલ મેગા ઓક્શનમાં સીએસકેની ટીમ રવિચંદ્રન અશ્વિને ખરીદીને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. અશ્વિન પહેલા પણ સીએસકે તરફથી રમી ચૂક્યો છે. અશ્વિન ટી20 ક્રિકેટમાં માત્ર થોડા બોલમાં જ મેચ પલટવા માટે જાણીતો છે.
અશ્વિનની ધમાકેદાર વાપસી
રવિચંદ્રન અશ્વિનને ટી20 ક્રિકેટમાં ધમાકેદાર વાપસી કરી છે. ટી20 વર્લ્ડકપમાં અશ્વિનને ચાર વર્ષ પછી ટીમ ઈન્ડિયાની આંતરરાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી હતી અને પોતાના ધમાકેદાર પ્રદર્શનના કારણે તમામ પ્રશંસકોના દિલ જીતી લીધા હતા. છેલ્લી 5 ટી20 મેચોમાં અશ્વિનને 9 વિકેટ મેળવી છે. તે વિપક્ષી બેટ્સમેનોને પણ કોઈ મોકો આપી રહ્યા નથી. અશ્વિનને પોતાની ગેમ ચેન્જર બોલિંગની મદદથી સીએસકેની ટીમને ઘણી મેચ જીતાડી છે. તેની પાસે ભરપુર અનુભવ છે જે સીએસકેના કામે આવી શકે છે. દિલ્હી કેપિટલ્સે અશ્વિનને રિટેન કર્યો નથી.
ધોનીનો છે પસંદગીનો ખેલાડી
ભારતના સ્ટાર બોલર રવિચંદ્રન અશ્વિન આઈપીએલ 2008થી 2015 સુધી સીએસકે માટે રમ્યો. મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ની કેપ્ટનશિપમાં જ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું. અશ્વિનને 2018માં પંજાબ કિંગ્સ (Punjab Kings)ની કેપ્ટનશિપ પણ કરી છે. થોડાક વર્ષો બાદ ધોની આઈપીએલમાંથી રિટાયરમેન્ટ લઈ લેશે, તો એવા સમયે અશ્વિન સીએસકે માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ધોનીના મેન્ટોર બનતા જ આ ઘાતક બોલરને ટીમ ઈન્ડિયાની ટી20 ટીમમાં સ્થાન મળી ગયું હતું. આ બોલરે આઈપીએલમાં 167 મેચ રમી છે જેમાં તેણે 145 વિકેટ લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે