નાની દિવાળીના અવસર પર જોવા મળ્યો ક્રિકેટર સ્મૃતિ મંઘાનાનો Ethnic અંદાજ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંઘાના (Smriti Mandhana) ને મોટાભાગે મેદાન પર બ્લૂ જર્સીમાં ધમાલ મચાલ મચાવતાં જોવા મળ્યા છે. ટીમ ઇન્ડીયા તરફથી તેમણે 51 વનડે મેચ રમી રહ્યા છે.

નાની દિવાળીના અવસર પર જોવા મળ્યો ક્રિકેટર સ્મૃતિ મંઘાનાનો Ethnic અંદાજ

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંઘાના (Smriti Mandhana) ને મોટાભાગે મેદાન પર બ્લૂ જર્સીમાં ધમાલ મચાલ મચાવતાં જોવા મળ્યા છે. ટીમ ઇન્ડીયા તરફથી તેમણે 51 વનડે મેચ રમી રહ્યા છે. આ દરમિયાન તેમણે 4 સદી અને 17 ફીફ્ટીની મદદથી 2,025 રન પોતાના નામે કર્યા છે. 

સ્મૃતિ પોતાના પરિવારના સાથે દિવાળી (Diwali) મનાવી રહી છે. નાની દિવાળી અને ધનતેરસના અવસર પર તેમના એથનિક અંદાજ જોવા મળ્યો. સ્મૃતિએ ઇંસ્ટાગ્રામ પર તસવીર શેર કરતાં લખ્યું છે, 'તમને બધાને ધનતેરસની શુભેચ્છાઓ. ' આ તસવીરોમાં તે પીળા રંગનો સલવાર-સૂટ પહેર્યો છે. સાથે જ લીલા રંગનો દુપટ્ટો પણ ખૂબ સુંદર લાગી રહ્યો છે. 

દરેક ક્રિકેટ ફેન્સ તેમની સ્માઇલના દીવાના છે. તેમની આ તસવીરને લાઇક્સ મળી રહી છે. તાજેતરમાં સ્મૃતિ યૂએઇથી પરત ફરી છે. તેમણે પોતાની કેપ્ટનશિપમાં ટેલબ્લેઝર્સ ટીમને પહેલીવાર મહિલા ટી-20 ચેલેન્જનો ખિતાબ અપાવ્યો હતો. શારજહાં ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં તેમણે 49 બોલમાં 67 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news