ધાર્મિક સ્થળોને ખોલવા પર આકાશ ચોપડાએ ઉઠાવ્યા સવાલ, થઈ ગયો ટ્રોલ


ભારત માટે 10 ટેસ્ટ રમનાર આકાશ ચોપડાએ ટ્વીટ કર્યું છે કે ધાર્મિક સ્થળોને ખોલવાની જરૂર શું છે. ભગવાન દરેક જગ્યાએ છે... કે નહીં? તેના ટ્વીટ પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. 

 ધાર્મિક સ્થળોને ખોલવા પર આકાશ ચોપડાએ ઉઠાવ્યા સવાલ, થઈ ગયો ટ્રોલ

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડા શનિવારે તે સમયે ટ્રોલ થઈ ગયો, જ્યારે તેણે લૉકડાઉનની સાથે ધાર્મિક સ્થળો ખોલવા પર ટ્વીટ કર્યું હતું. કોવિડ-19 મહામારીથી બચાવ માટે દેશભરમાં છેલ્લા બે મહિનાથી લાગૂ લૉકડાઉનને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારે તેને અનલોક નામ આપ્યું છે. 

8 જૂને શરૂ થનાર પ્રથમ તબક્કો અનલોક 1 હશે, જેમાં રેસ્ટોરન્ટ, હોટલ, મોલ, શોપિંગ સેન્ટર અને ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ જાહેરાત બાદ આકાશ ચોપડાએ પોતાના ટ્વીટમાં ધાર્મિક સ્થળોને ખોલવા પર સવાલ ઉઠાવ્યા હતા. ત્યારબાદ તે ટ્રોલ થઈ ગયો હતો. 

— Aakash Chopra (@cricketaakash) May 30, 2020

કોમેન્ટ્રીમાં જાણીતું નામ 42 વર્ષના આકાશ ચોપડાએ ટ્વીટ કર્યુ, 'મોલ, રેસ્ટોરન્ટ વગેરે.. આ નાણાકીય જરૂરીયાત માટે જરૂરી છે... અને તેથી તેને હંમેશા માટે બંધ રાખવા સંભવ નથી પરંતુ આપણે ધાર્મિક સ્થળો ખોલવાની શું જરૂર છે?  ઇશ્વર દરેક જગ્યાએ છે.... કે નથી? તેને આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.'

— Stay Home India. (@im_shank19) May 30, 2020

એક યૂઝરે તો પુજારીઓની આવકને લઈને પણ સવાલ ઉઠાવ્યો કે તે પણ લૉકડાઉનમાં કમાણી કરી શકતા નથી.

— Aman Deep Awasthi (@amandeepawasthi) May 30, 2020

વારંદની નામની એક યૂઝરે લખ્યું કે, ઈશ્વર દરેક જગ્યાએ છે. 

— Keshav B S (@bskeshav) May 30, 2020

— Gagan Sharma (@GaganSh42697984) May 30, 2020

તો એક યૂઝરે લખ્યું કે, ક્રિકેટ તો ગલીમાં પણ રમી શકાય છે. એક અન્યએ લખ્યુ કે, ક્રિકેટમાં કોમેન્ટ્રીનું શું કામ.

અનલોક-1માં કન્ટેઈનમેન્ટ ઝોનને છોડીને શરતોની સાથે શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ, સલૂન, હોટલ તથા અન્ય સેવાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news