આઈપીએલમાંથી બહાર થઈ શકે છે હાર્દિક પંડ્યા, આ છે કારણ
હાર્દિક પંડ્યા આ સમયે ટીમના સૌથી મહત્વના ખેલાડીઓમાંથી એક છે. હાર્દિક ટીમમાં હોવાથી સંતુલન જળવાઇ રહે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પીઠની ઈજાને કારણે વિશ્વકપ પહેલા યોજાનારી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મહત્વની સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તો બીજીતરફ આઈપીએલમાં પણ તેના ન રમવાના સમાચાર મળી રહ્યાં છે. જાણવા મળી રહ્યું છે કે, હાર્દિકની ફિટનેસને કારણે આઈપીએલમાં આરામ આપવામાં આવી શકે છે.
મહત્વનું છે કે, હાર્દિક ટીમના મુખ્ય ખેલાડીમાંથી એક છે. હાર્દિક ટીમમાં હોવાથી ટીમ સંતુલિત બને છે, જેના કારણે તેને વિશ્વકપ માટે સૌથી ઉપયોગી સભ્યમાંથી એક માનવામાં આવી રહ્યો છે. તેવામાં તેની ફિટનેસને લઈને જરાપણ આશંકા રહે તો તેને આઈપીએલમાંથી આરામ આપવામાં આવી શકે છે.
સૂત્રો પ્રમાણે હાલમાં હાર્દિકના આઈપીએલમાં રમવાને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી. હાર્દિક પહેલા નેશનલ ક્રિકેટ એકેડમીમાં ત્રણ સપ્તાહની ટ્રેનિંગ લેશે અને ત્યારબાદ તેની ફિટનેટ ટેસ્ટ થશે. ત્યારબાદ આઈપીએલમાં રમવા અંગે નિર્ણય લેવામાં આવશે.
મહત્વનું છે કે, હાર્દિકને ઓસ્ટ્રેલિયા સામેની વનડે અને ટી20 સિરીઝ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ ઈજાને કારણે તે બહાર થઈ ગયો છે. પંડ્યાના સ્થાને રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે