4 નેશન સિરીઝ માટે ઈંગ્લેન્ડ રવાના થયા BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી, ઈસીબી સાથે કરશે વાત


ભારતમાં પ્રથમવાર ડે-નાઇટ ટેસ્ટ (પિંક બોલ ટેસ્ટ)નું આયોજન કરાવનાર બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી એક અલગ પ્રકારના કોન્સેપ્ટ પર વિચાર કરી રહ્યાં છે, જે 4 નેશન સિરીઝ છે.

 4 નેશન સિરીઝ માટે ઈંગ્લેન્ડ રવાના થયા  BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી, ઈસીબી સાથે કરશે વાત

નવી દિલ્હીઃ  4 Nation Series: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી 4 નેશન વનડે સિરીઝને લઈને ખુબ ગંભીર છે. આ કારણે સૌરવ ગાંગુલી ઈંગ્લેન્ડ માટે રવાના થયા છે, જ્યાં તે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ના અધિકારીઓની સાથે વાત કરવાના છે. આ બેઠકમાં સૌરવ ગાંગુલીની સાથે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia)ના અધિકારીઓ પણ સામેલ થઈ શકે છે. 

ભારતમાં પ્રથમવાર ડે-નાઇટ ટેસ્ટ (પિંક બોલ ટેસ્ટ)નું આયોજન કરાવનાર બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી એક અલગ પ્રકારના કોન્સેપ્ટ પર વિચાર કરી રહ્યાં છે, જે 4 નેશન સિરીઝ છે. આ સિરીઝમાં ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સિવાય કોઈ એક મહેમાન દેશ પણ સામેલ થશે જે ચતુર્થકોણીય વનડે સિરીઝ રમશે. આઇએએનએસ સાથે વાત કરતા સૂત્રોએ જણાવ્યું કે, 4 નેશન ટૂર્નામેન્ટને લઈને ઘણી વાતચીત થઈ ચુકી છે, પરંતુ આ ટૂર્નામેન્ટ કઈ રીતે શરૂ થશે અને આઇસીસીના ફ્યૂચર ટૂર પ્રોગ્રામમાં સામેલ થશે તેના માટે ગાંગુલી યૂકે ઈસીબીના અધિકારીઓ સાથે વાત કરવા ગયા છે. 

4 નેશન સિરીઝને લઈને ગંભીર છે દાદા
સૂત્રોએ કહ્યું કે, 'હા, સૌરવ ગાંગુલી ઈડન ગાર્ડન્સથી બુધવારે યૂકે વરાના થયા છે અને ત્યાં તેઓ 4 નેશન ટૂર્નામેન્ટ પર વાત કરશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધિકારી પણ આ બેઠકમાં સામેલ થઈ શકે છે, પરંતુ આ વાત તેના પર નિર્ભર કરે છે કે વસ્તુમાં પ્રગતિ કઈ રીતે થાય છે કારણ કે કેટલિક વસ્તુને જોવાની જરૂરીયાત છે.' બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે પોતાના કાર્યકાળમાં સૌરવ ગાંગુલી ઐતિહાસિક નિર્ણય લઈ રહ્યાં છે. 

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં દાદાના નામથી જાણીતા બંગાળના સૌરવ ગાંગુલી પહેલાથી જ તે વાતની જાહેરાત કરી ચુક્યા છે કે બીસીસીઆઈ દરેક વર્ષે 4 નેશન સિરીઝ આયોજીત કરાવવા પર વિચાર કરી રહ્યું છે, જેમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ભારત સિવાય કોઈ અન્ય ટોપ નેશન હોય. બીસીસીઆઈના અધિકારીઓએ ઈસીબી અને સીએના અધિકારીઓ સાથે પણ વાત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news