ક્રિકેટના મેદાન પર કરૂણ કિસ્સો : માથામાં બોલ વાગતાં અમ્પાયર જોન વિલિયમ્સનું મોત
બ્રિટનમાં બોલ વાગવાથી એક મહિનાથી કોમામાં રહ્યા બાદ અમ્પાયર જોન વિલિયમ્સનું કરૂણ મોત નીપજ્યું છે. 80 વર્ષિયિ અમ્પાયર જોન વિલિયમ્સને પેમબ્રોકશાયર કાઉન્ટી ડિવિઝન 2માં પેમબ્રોક અને નારબર્થ વચ્ચેની મેચ દરમિયાન અમ્પાયરિંગ કરતાં માથાના ભાગે બોલ વાગ્યો હતો. એમને નજીકની કાર્ડિયાક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ કોમામાં હતા બાદમાં એમને હેવરફોર્ડવેસ્ટની હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં બે સપ્તાહની સારવાર બાદ એમનું મોત નીપજ્યું છે.
Trending Photos
લંડન : બ્રિટનમાં બોલ વાગવાથી એક મહિનાથી કોમામાં રહ્યા બાદ અમ્પાયર જોન વિલિયમ્સનું કરૂણ મોત નીપજ્યું છે. 80 વર્ષિયિ અમ્પાયર જોન વિલિયમ્સને પેમબ્રોકશાયર કાઉન્ટી ડિવિઝન 2માં પેમબ્રોક અને નારબર્થ વચ્ચેની મેચ દરમિયાન અમ્પાયરિંગ કરતાં માથાના ભાગે બોલ વાગ્યો હતો. એમને નજીકની કાર્ડિયાક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ કોમામાં હતા બાદમાં એમને હેવરફોર્ડવેસ્ટની હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં બે સપ્તાહની સારવાર બાદ એમનું મોત નીપજ્યું છે.
પેમબ્રોકશાયર ક્રિકેટે ગુરૂવારે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. ક્લબે લખ્યું કે, હંડલટનમાં રહેનાર અમ્પાયર જોન વિલિયમ્સને લઇને સવારે દુખદ સમાચાર મળ્યા કે સવારે એમનું નિધન થયું. આ વિકટ સમયમાં પેમબ્રોકશાયર ક્રિકેટ, હિલેરી એમના પુત્ર અને પરિવાર સાથે છે.
આ ખેલાડીએ પણ ગુમાવ્યો હતો જીવ
ઓસ્ટ્રેલિયન ઓપનર ફિલિપ હ્યૂઝનું મોત પણ માથાના ભાગે બોલ વાગવાથી થયું હતું. સિડનીમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયા સાથે સ્થાનિક મેચ દરમિયાન ન્યૂ સાઉથ વેલ્સના બોલર સીન અબોર્ટનો બોલ હ્યૂઝના ગળાના ઉપરના ભાગે વાગ્યો હતો. બોલ વાગતાં જ તે મેદાન પર ઢળી પડ્યો હતો. હોસ્પિટલ લઇ જવાયા હતા જોકે બ્રેન હેમરેજને કારણે મોત નીપજ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે