ઓલિમ્કિપમાં જોવા મળશે ક્રિકેટની ધૂમ, આઈઓસીએ પાંચ ગેમ્સને સામેલ કરવાની આપી મંજૂરી

આઈઓસીના કાર્યકારી બોર્ડે પાછલા સપ્તાહે ગેમ્સને કાર્યક્રમમાં સામેલ કરવાના લોસ એન્જેલસ ગેમ્સ આયોજકોના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ક્રિકેટને 120 વર્ષ બાદ ઓલિમ્પિકમાં જગ્યા મળી છે. 

ઓલિમ્કિપમાં જોવા મળશે ક્રિકેટની ધૂમ, આઈઓસીએ પાંચ ગેમ્સને સામેલ કરવાની આપી મંજૂરી

મુંબઈઃ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઈઓસી) એ પોતાના સત્રમાં 2028 લોસ એન્જલેસ ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવાની મંજૂરી આપી છે. 16 ઓક્ટોબરે આયોજિત એક પત્રકાર પરિષદમાં આઈઓસીએ 2028 લોસ એન્જલેસ ઓલિમ્પિકમાં નવી રમતોના રૂપમાં ક્રિકેટ (ટી20), બેસબોલ/સોફ્ટબોલ, ફ્લેગ ફુટબોલ, લૈક્રોસ (સિક્સ) અને સ્ક્વેશને સામેલ કરવા માટે પોતાની ઔપચારિક મંજૂરી આપી છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના કાર્યકારી બોર્ડે પાછલા સપ્તાહે રમતને કાર્યક્રમમાં સામેલ કરવા માટે લોસ એન્જેલેસ રમત આયોજકોના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ક્રિકેટ સિવાય ચાર અન્ય ગેમ્સ- બેસબોલ/સોફ્ટબોલ, ફ્લેગ ફુટબોલ, લૈક્રોસ (સિક્સ) અને સ્ક્વેશ સામેલ છે. 

2028 લોસ એન્જેલસ સમર ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવા પર આઈઓસી સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીએ કહ્યું- 1.4 અબજ ભારતીયો માટે ક્રિકેટ ન માત્ર રમત છે, આ એક ધર્મ છે. તેથી મને આ ઐતાહિસિક સંકલ્પથી ખુશી છે કે આપણા દેશમાં મુંબઈમાં આયોજીત આઈઓસીના 141માં સત્રમાં પસાર કરવામાં આવ્યું. ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાથી ભૌગોલિક ક્ષેત્રમાં ઓલિમ્પિક આંદોલન માટે એક ઉંડી ભાગીદારી પેદા થશે. આ સાથે ક્રિકેટની વધતી આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતાને પ્રોત્સાહન મળશે. 

⚾Baseball/🥎softball, 🏏cricket, 🏈flag football, 🥍lacrosse and ⚫squash have been officially included as additional sports on the programme for the Olympic Games Los Angeles 2028. #LA28 pic.twitter.com/y7CLk2UEYx

— The Olympic Games (@Olympics) October 16, 2023

બેસબોલ/સોફ્ટબોલ, ક્રિકેટ અને લૈક્રોસ એલએ ઓલિમ્પિક ગેમ્સમાં વાપસી માટે તૈયાર છે, જ્યારે ફ્ગેલ ફુટબોલ અને સ્ક્વેશ ઓલિમ્પિકમાં પ્રથમવાર રમાશે. 

આઈઓસી અધ્યક્ષ થોમસ બાખે પાછલા સપ્તાહે કહ્યું હતું કે ક્રિકેટ અને અન્ય ચાર રમતોને સામેલ કરવું અમેરિકી ખેલ સંસ્કૃતિને અનુરૂપ હતું અને નવા એથલીટો અને દર્શકોની સાથે જોડવા માટે ઓલિમ્પિક આંદોલનને પણ સન્માનિત કરશે. 

ક્રિકેટ (ટી20), બેસબોલ/સોફ્ટબોલ, ફ્લેગ ફુટબોલ, લૈક્રોસ (સિક્સ) અને સ્ક્વેશ પાંચ રમતોને માત્ર 2028માં લોસ એન્જેલસ રમતો માટે અનુમોદિત કરવામાં આવી છે. ક્રિકેટ 1990 બાદ પ્રથમવાર ઓલિમ્પિકનો ભાગ બનશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news