આ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરે આપી સફાઇ- હું સમલૈંગિક નથી

ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી સોશિયલ મીડિયા પર હલચલ મચાવ્યાના એક દિવસ બાદ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર જેમ્સ ફોકનરે સ્પષ્ટ કર્યું કે, તે સમલૈંગિક નથી. 
 

આ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરે આપી સફાઇ- હું સમલૈંગિક નથી

નવી દિલ્હીઃ ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી સોશિયલ મીડિયા પર હલચલ મચાવ્યાના એક દિવસ બાદ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર જેમ્સ ફોકનરે સ્પષ્ટ કર્યું કે, તે સમલૈંગિક નથી. સોમવારે ફોકનરનો 29મો જન્મદિવસ હતો. આ ઓલરાઉન્ડરે પોતાની માતા અને રોબજુબસ્તા નામના વ્યક્તિ સાથે પોતાની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં ફોકનરે બોયફ્રેન્ડ કહ્યું હતું. 

ફોકનરે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું હતું, 'જન્મદિવસ પર મારા બોયફ્રેન્ડ (સૌથી સારા સાથી) રોબજુબસ્તા અને મારી માતા રોસ્લિન કૈરોલ ફોકનરની સાથે ડિનર કરી રહ્યો છું.' પાંચ વર્ષથી એક સાથે. 

ઇન્સ્ટાગ્રામ પર પાંચ વર્ષ એક સાથે (#togetherfor5years) વાળા હેશટેગથી તે અટકળો લગાવવામાં આવી કે આ ક્રિકેટર સમલૈંગિક છે. ફોકનરના સમલૈંગિક હોવાની ખબર સોશિયલ મીડિયા પર ધડાધડ ફેલાઈ ગઈ. ઘણા પ્રશંસકોએ તેને જાહેર કરવા માટે શુભકામના આપી. 

આખરે ફોકનરે ફરી ઇન્સ્ટાગ્રામ પર આવવું પડ્યું, જ્યાં તેણે સફાઈ આપી કે તે અને રોબજુબસ્તા માત્ર વ્યાપારિક ભાગીદાર છે. આ કારણથી જુબ અને તેનો સાથ છે. 

ફોકનરે મંગળવારે સવારે લખ્યું- સોમવારની રાત્રે મારી પોસ્ટને લઈને ગેરસમજ પેદા થઈ ગઈ છે. હું સમલૈંગિક નથી, પરંતુ LBGT સમુદાય (સમલૈંગિક)નું સમર્થન મળવું શાનદાર રહ્યું. ફોકનરે લખ્યું, તે ક્યારેય ન ભૂલો કે પ્રેમ તો પ્રેમ હોય છે, પરંતુ જુબ માત્ર એક સારો મિત્ર છે. ગઈકાલે અમે એક સાથે રહેતા પાંચ વર્ષ પસાર કર્યાં હતા. સહયોગી વલણ અપનાવવા માટે તમામનો આભાર. 

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ ફોકનરની પોસ્ટને કારણે થયેલી ગેરસમજ માટે માફી માગી અને કહ્યું કે, ખેલાડીનો ઇરાદો મજાક ઉડાવવાનો નહતો. સીએએ પોતાના નિવેદનમાં કહ્યું, 'ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આજે સવાસે જેમ્સ ફોકનરના સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટને મજાક સમજતું નથી અને જેમ્સનો પણ આ વિચાર છે.'

નિવેદનમાં કહેવામાં આવ્યું છે, તેની ટિપ્પણી પોતાના વ્યાવસાયિક મિત્ર, નજીકના દોસ્ત અને છેલ્લા પાંચ વર્ષથી સાથે રહેતા સાથીની સાથે સંબંધના વાસ્તવિક પ્રતિબંધના રૂપમાં કરવામાં આવી હતી, કેટલાક લોકોએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટને તેના સમલૈંગિક હોવાની જાહેરાતના રૂપમાં જાહેર કરતા પહેલા તેનો સ્પષ્ટીકરણ માટે પણ સંપર્ક કર્યો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news