Coronavirus વિરુદ્ધ એક થયા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ, ભારતની મદદ માટે ભેગુ કરી રહ્યાં છે ફંડ

ભારતમાં કોરોના વાયરસ  (Coronavirus in India) સામે જંગ માટે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોએ ફંડ માટે એક મુહિમ શરૂ કરી છે. 

Coronavirus વિરુદ્ધ એક થયા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ, ભારતની મદદ માટે ભેગુ કરી રહ્યાં છે ફંડ

નવી દિલ્હીઃ ભારતમાં હાલ કોરોના (Coronavirus) વાયરસની બીજી લહેર (Second Wave) સંકટ બનીને સામે આવી છે. દેશમાં કેસ અને મૃત્યુઆંક સતત વધી રહ્યાં છે. વિશ્વના અનેક દેશો આ સંકટમાં ભારતની મદદ માટે આગળ આવ્યા છે. તો અન્ય લોકો પણ મદદ કરી રહ્યાં છે. હવે ઓસ્ટ્રેલિયાના ટોપ ક્રિકેટરોએ ભારતની મદદ માટે એક મુહિમ શરૂ કરી છે. 

આ ક્રિકેટરો આવ્યા ભારતની મદદ માટે આગળ
દેશમાં કોરોના સંકટ વચ્ચે ઘણા ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટરો ભારતની મદદ માટે આગળ આવ્યા છે. આ ખેલાડીઓએ ભારતની મદદ માટે ફંડ ભેગુ કરવાની મુહિમ શરૂ કરી છે. જેમાં એલન બોર્ડર, બ્રેટ લી, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એલિસ પેરી, મેગ લેનિંગ, રચેલ હેન્સ, જોશ હેઝલવુડ, માઇક હસી એ યૂનિસેફ ઓસ્ટ્રેલિયા દ્વારા લોકોને મદદની અપીલ કરી છે. 

આઈપીએલ પર પણ કોરોનાની અસર
આઈપીએલ  2021 (IPL 2021) ના બાયો બબલ (Bio Bubble) માં કોરોના વાયરસની એન્ટ્રી બાદ બીસીસીઆઈએ ટૂર્નામેન્ટને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. ટૂર્નામેન્ટ દરમિયાન ઘણા ખેલાડી સંક્રમિત થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news