Commonwealth Games 2022: 10,000 મીટર રેસ વોકમાં પ્રિયંકાએ જીત્યો સિલ્વર મેડલ

ભારતની પ્રિયંકા ગોસ્વામીએ 10,000 મીટર રેસ વોકમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેમણે પોતાના પર્સનલ બેસ્ટ પ્રદર્શન કરતાં 43:38.00 નો સમય કાઢતાં સિલ્વર મેડલ પોતાના નામે કરી લીધો છે. 

Commonwealth Games 2022: 10,000 મીટર રેસ વોકમાં પ્રિયંકાએ જીત્યો સિલ્વર મેડલ

Commonwealth Games 2022 Updates Day 9: કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારત 9 ગોલ્ડ, 9 સિલ્વર અને 9 બ્રોન્જ મેડલ સાથે કુલ 27 મેડલ જીતી લીધા છે. રમતના 9મા દિવસે એટલે કે 6 ઓગસ્ટના રોજ ભારતીય એથલિટ્સ તેમાં જરૂર વધારો કરવા માંગશે. ભારતની પ્રિયંકા ગોસ્વામીએ 10,000 મીટર રેસ વોકમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેમણે પોતાના પર્સનલ બેસ્ટ પ્રદર્શન કરતાં 43:38.00 નો સમય કાઢતાં સિલ્વર મેડલ પોતાના નામે કરી લીધો છે. તો બીજીતરફ 42.34 મિનિટનો સમય નિકાળીને ઓસ્ટ્રેલિયાની જેમિમાએ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. કેન્યાની એમિલી 43.50.86 મિનિટમાં રેસ પુરી કરી ત્રીજા સ્થાન પર રહી. 

(Photo courtesy: Priyanka Goswami's Twitter handle) pic.twitter.com/kmspNsvaK4

— ANI (@ANI) August 6, 2022

 

ફાઇનલમાં પહોંચ્યા અમિત પંઘાલ
અમિત પંઘાલે બોક્સિંગના મેન્સ 51Kg વેટ કેટેગરીમાં જામ્બિયાના પૈટ્રિક ચેનેયમ્બાને 5-0 થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે તે ગોલ્ડ મેડલથી એક ડગલું દૂર છે. ભારતની નીતૂ પણ બોક્સિંગના 48Kg વેટ કેટેગરીમાં કનાડાઇ પ્રિયંકા ઢિલ્લનને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઇ છે. નીતૂએ કનાડાઇ બોક્સ પ્રિયંકા ઢિલ્લનને 5-0 થી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ બંને ખેલાડીઓએ પોતાના મેડલ પક્કા કરી લીધા છે.  

વિનેશ ફોગાટની પણ ધમાલ
રેસલિંગના વિમેન્સ ફ્રીસ્ટાઇલ 53Kg કેટેગરી નોર્ડિક સિસ્ટમમાં વિનેશ ફોગાટે નાઇઝીરિયાની ચામોડ્યા કેશાનીને માત આપી છે. વિનેશ ફોગાટે પોતાની ત્રીજી મેચ પણ જીતી લીધી છે. તેમણે નાઇઝીરિયાની પહેલવાન ચામોડ્યા કેશાનીને 6-0 થી હરાવી છે. વિનેશ ફોગાટે આ મુકાબલો થોડી જ સેકન્ડોમાં પોતાના નામે કરી લીધો. કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) ના નવમા દિવસે ભારતને ઘણા મેડલ મળવાની આશા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news